તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 27th October 2024
થરાદથી નવું બાઈક લઈ માંગરોળ દર્શન કરવા જતા બે જણાનાં મોત
બે જણાને ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા : બનાવને પગલે સાંચોર હાઇવે પર ટ્રાફિક જામ થતાં ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હટાવવાની કામગીરી હાથ ધરી હતી

થરાદ, તા.૨૭,
થરાદ-સાંચોર હાઇવે પર સીએનજી પંપ પાસે બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇક સવાર બે જણાંના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય બેને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માત બાદ ચાલક ગાડી લઇને ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ થરાદથી નવું મોટરસાયકલ ખરીદી કરી ને થરાદના વાલ્મીકિ સમાજના ચાર લોકો મોટરસાયકલ લઇને માતાજી ના દર્શન અર્થે જઇ રહ્યા હતા ત્યારે થરાદના સાંચોર હાઇવે પર આવેલા સીએનજી પંપ પાસે માતેલા સાંઢની માફક આવી રહેલા ટ્રેલરના ચાલકને અડફેટે લીધું હતું જેમાં બાઇકસવાર બે લોકો પરથી ટ્રેલરના ટાયર ફરી વળતાં બંનેનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય સવાર બે લોકોને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
બનાવને પગલે સાંચોર હાઇવે પર ટ્રાફિક જામ થતાં ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હટાવવાની કામગીરી હાથ ધરી હતી. બનાવની જાણ પરિવાર જનોને થતાં પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એક જ સમાજના બે વ્યક્તિના મોતથી સમાજમાં શોકની કાલિમા વ્યાપી ગઈ હતી.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
