News of Sunday, 27th October 2024
ર૦૦ કરોડથી વધુના જીએસટી કૌભાંડમાં ઇડી દ્વારા ફરીથી અમદાવાદ, મહેસાણા, ભાવનગરમાં તપાસ
ધ્રુવી એન્ટરપ્રાઇઝ સાથે જોડાયેલા એકમો ઉપર સર્ચ ઓપરેશન

અમદાવાદઃ ઇડી દ્વારા અમદાવાદ, મહેસાણા, ભાવનગરમાં તપાસ હાથ ધરાઇ છે. ધ્રુવી એન્ટરપ્રાઈઝ સાથે જોડાયેલા એકમો ઉપર સર્ચ કરાઇ રહ્યું છે.
200 કરોડથી વધુના GST કૌભાંડના મુદ્દે ED દ્વારા ફરી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ઇડી દ્વારા અમદાવાદ, મહેસાણા, ભાવનગરમાં તપાસ હાથ ધરાઇ છે. ધ્રુવી એન્ટરપ્રાઈઝ સાથે જોડાયેલા એકમો ઉપર સર્ચ કરાઇ રહ્યું છે. આમ 200 કરોડથી વધુના કૌભાંડમાં તપાસ તેજ થઇ છે.
આરોપ છે કે ધ્રુવી એન્ટરપ્રાઇઝ કંપનીના 2022માં ખોટા દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા. તેમજ ધ્રુવી એન્ટરપ્રાઇઝમાં અન્ય કંપનીઓએ 8 કરોડના બિલ બનાવ્યાનું સામે આવ્યું હતું. બોગસ બિલિંગ અને બોગસ કંપનીના મામલે પૂર્વ ધારાસભ્યના પુત્ર અને 2 ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. પૂર્વ ધારાસભ્યના પુત્ર અને ભત્રીજાની પૂછપરછ ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવી હતી. ધ્રુવી એન્ટરપ્રાઇઝ સાથે અન્ય 200 કંપનીઓ સાથેના આર્થિક વ્યવહાર મળી આવ્યા હતા અન્ય કંપનીઓ બોગસ છે કે કેમ તેને લઈને પણ તપાસ ચાલી રહી છે. GST કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી સામે આવે તેવી સંભાવના છે.
રાજકોટમાં થોડા દિવસ અગાઉ એસ્ટેટ બ્રોકર, ધંધાર્થી, નાસ્તગૃહનાં સંચાલકો દ્વારા જે ટેક્સ ભરવાનો થાય તે ટેક્સ તેઓ દ્વારા ભરવામાં આવ્યો ન હોવાથી GST વિભાગે દરોડા પાડ્યા હતા. તે સમય એસ્ટેટ બ્રોકર, નાસ્તા ગૃહ ઉદ્યોગમાંથી લાખોની કરચોરી ઝડપાઈ હતી.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
