તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 27th October 2024
દિવાળી તહેવારમા પોતાના વતન જવા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશને યાત્રિકોની ભારે ભીડ : ઉઘોગો, કારખાના અને શાળાઓમાં વેકેશનની જાહેરાત થતાં વતન તરફ
ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડયારું ઉભરાયું હોય તેવા દૃશ્યો : મુસાફરોનો ધસારો જોતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

સુરત તા.૨૭
દિવાળીના તહેવાર દરમ્યાન વતન જવા માટે મુસાફરોની ભારે ભીડ ઉધના રેલ્વે સ્ટેશન પર જોવા મળી હતી. જાણે કીડીયારું ઉભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા તો બીજી તરફ રેલવે સ્ટેશન પરના જનસેલાબને જોઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉઘોગો, કારખાના અને શાળાઓમાં વેકેશનની જાહેરાત પણ થવા લાગી છે ત્યારે વતન જવા માટે લોકોની ભારે ભીડ સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ખાતે જોવા મળી હતી. ઉધના સ્ટેશન ખાતે જાણે કીડીયારું ઉભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. લોકો વહેલી સવારથી જ સ્ટેશન પર પહોંચી ગયા હતા તો બીજી તરફ લોકોની ભીડને ધ્યાને રાખીને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
મહત્વનું છે કે રોજગારી અર્થે દેશના અનેક રાજ્યોમાંથી લોકો સુરતમાં વસે છે અને દિવાળીના તહેવાર દરમ્યાન અને છઠ પૂજા માટે તેઓ વતન જતા હોય છે ત્યારે હવે દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને વેકેશનની જાહેરાતો પણ થઇ રહી છે ત્યારે આજે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે વતન જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
