<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

પંચમહાલના મોરવા હડફથી મેથાણ નજીકના રોડ ઉપર વિજ વાયર પડતા ર સગાભાઇ અને ભાણેજનું મોત

નીચે પડેલા વાયર સાથે બાઇક અડી જતા દુર્ઘટના સર્જાઇ

પંચમહાલઃ  પંચમહાલ જિલ્લામાં ખૂબ જ કરૂણ ઘટના બની છે. મોરવા હડફના મેથાણથી ભંડોઈ જતા રોડ ઉપર મોડી રાત્રે થ્રી ફેઈઝ લાઈનનો વીજ વાયર તૂટી પડ્યો હતો. આ ચાલુ વીજ વાયરના સંપર્કમાં બાઈક આવી હતી. જેમાં બાઈક સવાર બે સગાભાઈ અને તેના ભાણેજનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. જેને લઈને પરિવારમાં આક્રંદ છવાયો હતો.

ગઈરાતે જયારે ત્રણ યુવકો બાઈક પર સવાર થઈને રસ્તા પર જઈ રહ્યા હતા, એ સમયે હાઇટેંશન વીજ વાયર નીચે પડ્યો હતો. હાઇટેંશન વીજ વાયરને અડી જતા ત્રણેય યુવકોને વીજ કરંટ લાગ્યો હતો. ઘટનામાં યુવકોના મોત નીપજ્યા હતા. સાથે જ બાઈક પણ સળગી ગઈ હતી.

 ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોરવા હડફના ભંડોઇ ગામે વીજકંપનીની બેદરકારીથી ત્રણના મોત થયા છે, ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

(1:14 PM IST)