તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 27th October 2024
સુરતના ડુમસ રોડ પર આવેલ લા મેરેડિયન હોટલને ઉડાવી દેવાની ધમકી
સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા કાફલો ઘટના સ્થળ પહોંચ્યો :ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને બોમ્બ સ્કોડની ટિમ ઘટના સ્થળે

સુરત રાજકોટની ઘટના બાદ હવે સુરત શહેરમાં ફરી ડુમસ રોડ પર આવેલ લા મેરેડિયન હોટલને ઉડાવી દેવાની ધમકી મળી છે. મેલ દ્વારા ધમકી આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા કાફલો ઘટના સ્થળ પહોંચ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને બોમ્બ સ્કોડની ટિમ ઘટના સ્થળે પહોંચી છે. દિવાળી સમય દરમિયાન ધમકી મળવાની ઘટના સામે આવી છે. ડુમસ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્કોડની ટિમ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
