<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

સુરતમાં આયશરમાં પૂઠાના બોક્ષની આડમાં દારૂની હેરાફેરી :રૂ. 24 લાખનો દારૂ ઝડપાયો

કોસંબા પોલીસની ટીમે મોટી નરોલી ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ તરફ જતા ને.હા.નં. 48 ઉપરથી આઈસર ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

સુરત :કોસંબા પોલીસની ટીમે મોટી નરોલી ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ તરફ જતા ને.હા.નં. 48 ઉપરથી આઈસર ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 24.09 લાખનો દારૂ જપ્ત કર્યો છે અને ચાલકની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં કોસંબા પોલીસની ટીમે મોટી નરોલી ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ તરફ જતા ને.હા.નં. 48 ઉપર આયસર ગાડીને રોકીને તપાસ કરી હતી જેમાં પૂઠાના બોક્ષમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા કુલ 24,09,600 રૂપિયાની કિમંતનો વિદેશી દારૂનો જત્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, 12 લાખની કિમંતની આઈસર ગાડી, 2 મોબાઈલ ફોન, અને આરોપી પાસેથી 4 હજારની રોકડ મળી કુલ 36,28,600 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો

આ ઘટનામાં પોલીસે આઈસર ગાડીના ચાલક રાજકુમાર મહાસિંહ જાટની ધરપકડ કરી છે. જયારે દારૂ ભરાવી મોકલનાર બન્નાભાઈ અને દારૂ ભરી આપી જનાર બન્નાભાઈનો માણસ અને દારૂ લેવા આવનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:29 PM IST)