તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 27th October 2024
બેવડી ઋતુઃ રાત્રે સામાન્ય ઠંડીનો ચમકારો તો દિવસે ગરમીનો અનુભવ:જાણો કયા શહેરમાં કેટલું તામપાન
હવામાન વિભાગ અનુસાર આગામી ચાર-પાંચ દિવસ રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી

અમદાવાદ :સમગ્ર ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહ્યું હતું. હવામાન વિભાગ અનુસાર આગામી ચાર-પાંચ દિવસ રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23.6 ડિગ્રી નોંધાયું હતું. આવતીકાલે પણ શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
આજે રાજ્યમાં ડીસામાં સૌથી વધુ 39.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ભુજમાં 39.8 ડિગ્રી, રાજકોટમાં 39.7, અમદાાદમાં 38.4, સુરેન્દ્રનગરમાં 38, મહુવામાં 37.8, અમરેલીમાં 37.5, ગાંધીનગરમાં 37.4, કંડલા પોર્ટમાં 37.4, વડોદરામાં 37.2, ભાવનગરમાં 36.6, નલિયામાં 36.4, કેશોદમાં 35.8, સુરતમાં 35.6, વલ્લભ વિદ્યાનગરમાં 35.3, પોરબંદરમાં 34.2, વેરાવળમાં 34.2, ઓખામાં 34.1, દ્વારકામાં 32.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ગાંધીનગરમાં 21.4 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત મહુવામાં 21.6 ડિગ્રી, કેશોદમાં 21.8, ડીસામાં 22.4, અમરેલીમાં 22.8, વડોદરામાં 23, વલ્લભ વિદ્યાનગરમાં 23.4, પોરબંદરમાં 23.4, અમદાવાદમાં 23.6, ભાવનગરમાં 23.6, સુરતમાં 23.9, રાજકોટમાં 24, નલિયામાં 24.5, ભુજમાં 24.8, સુરેન્દ્રનગરમાં 25, વેરાવળમાં 25.1, કંડલા પોર્ટમાં 25.4, ઓખામાં 26.4, દ્વારકામાં 27.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
