<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

મહેસાણા- અમદાવાદ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં દાદા,દાદી અને પૌત્રનું ઘટના સ્થળે મોત

મહેસાણાના જગુદણ ચોકડી પાસે કારનુ ટાયર ફાટતા અકસ્માતમાં દાદા, દાદી અને પૌત્રનું મોત નિપજ્યું:ગંભીર ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે અમદાવાદ ખસેડયાં

મહેસાણા અમદાવાદ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. મહેસાણાના જગુદણ ચોકડી પાસે કારનુ ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતમાં દાદા, દાદી અને પૌત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવરને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો છે. અકસ્માત અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, પાટણથી મીનાવાડા દર્શનાર્થે જઈ રહેલા પરિવારને જગુદણ ચોકડી નજીક અકસ્માત નડ્યો હતો.

(8:42 PM IST)