News of Sunday, 27th October 2024
અમદાવાદના બોપલના સોબો સેન્ટરમાંથી દેશી તમંચા સાથે મયુર બોરીચા ઝડપાયો
રુદ્રા પ્રોપરાઈટસ નામની ઓફીસમાંથી અમદાવાદ ગ્રામ્ય SOG એ તમંચો ઝડપ્યો

અમદાવાદના બોપલ સોબો સેન્ટરમાં આવેલ રુદ્રા પ્રોપરાઈટસ નામની ઓફીસમાંથી અમદાવાદ ગ્રામ્ય SOG એ તમંચો ઝડપ્યો છે. મયુર સગારભાઈ બોરીચા નામના શખ્શની ઓફિસમાંથી દેશી તમંચો ગ્રામ્ય SOG એ કબજે કર્યો છે.
મયુરભાઈ સગારભાઈ બોરીચા (આહિર) (ઉ.વ.-39) ધંધો-બ્રોકર ( રહે-4, સુંદ૨મ બંગ્લોઝ, આનંદ નિકેતન સ્કુલની સામે, સેટેલાઇટ અમદાવાદ, મુળ રહે-કંતાસીગામ તા-માળીયા મીયાણા જી.-મોરબી) ને પકડીને વધુ તપાસ હાથ ધરાઈ છે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
