<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રકે ટક્કર મારતા કડોદરાના યુવકનું કમકમાટી ભર્યું મોત

દિવાળીની ખરીદી કરીને ઘરે જતા યુવકને અકસ્માત નડ્યો: અકસ્માત કરનાર ટ્રકચાલક ફરાર થયો

 

સુરતમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. દિવાળીની ખરીદી કરીને ઘરે જતા યુવકને અકસ્માત નડ્યો હતો. હાઈવે પર મોપેડ સ્પીલ થયા બાદ ટ્રકે યુવકને ટક્કર મારી હતી. અકસ્માતની ઘટનામાં કડોદરાના યુવકનું કમકમાટી ભર્યું મોત થયું છે. ઘટના બાદ અકસ્માત કરનાર ટ્રકચાલક ફરાર થયો છે. કડોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે

(9:08 PM IST)