<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

ચોમાસુ પૂર્ણ થતા રાજપીપળાના માર્ગો પર પડેલા ખાડામાં પાલિકા દ્વારા ડામરનું રી.કાર્પેટ થતા રાહત

મુખ્ય માર્ગ સહિતના માર્ગો પર નગરપાલિકા દ્વારા ડામરથી રોડ રી કાર્પેટ કરવાની કામગીરી થતા વાહન ચાલકોમાં ખુશી:પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન હંમેશા લોકો માટે જરૂરી બાબતનું ધ્યાન આપતા હોવાથી ગ્રામજનો ખુશ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાની એક માટે રાજપીપળા નગરપાલિકા દ્વારા ઘણા વિકાસ કામો થયા છે અને હજુ થઈ રહ્યા છે, ચોમાસા દરમિયાન રાજપીપળા શહેરના માર્ગો પર પડેલા મસમોટા ખાડા વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થયા તેવા હતા પરંતુ સતત વરસતા વરસાદના કારણે તંત્ર રસ્તા બનાવવા માટે મજબૂર હતું અને હાલમાં ચોમાસા એ જાણે વિદાય લીધી છે ત્યારે તાત્કાલિક પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, ઉપપ્રમુખ ગીરિજસિહ ખેર, કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ,  મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયા કે જેઓ નગરજનોને પડતી મુશ્કેલી દૂર કરવા સદા તત્પર રહેતા હોય છે તેમની સૂચના હેઠળ પાલિકા દ્વારા શહેરના પડેલા ખાડામાં ડામર દ્વારા રોડ રી કાર્પેટ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે કરવામાં આવતા વાહનચાલકોમાં ખુશી જોવા મળી અને સામી દિવાળી એ વાહન ચાલકો ને હવે મુશ્કેલી નહિ પડે તેવું પણ કેટલાક લોકો એ જણાવ્યું હતું. થોડા દિવસ પૂર્વે પણ પાલિકા દ્વારા નવરાત્રી પહેલા જ્યાં જ્યાં ગરબાનું આયોજન હતું ત્યાં પડેલા ખાડા નું પુરાણ કરવામાં આવ્યું હતું અને હાલમાં દિવાળી પહેલા રોડ રી.કાર્પેટની કામગીરી કરતા નગરજનોએ રાહત મેળવી છે.

(9:53 PM IST)