<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

બિમાર પત્નીમાં ટેન્શન આવી જતા પતિએ ઝેરી દવા પી આપઘાત કર્યો

ડેડીયાપાડા તાલુકાના મોટીબેડવાણ ગામની ઘટનામાં સારવાર દરમિયાન મોત નિપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોટીબેડવાણ ગામમાં રહેતા શખ્સે બિમાર પત્નીના ટેન્શનમાં આવી ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું

    પ્રાપ્ત વિગતો અનુસાર રાકેશભાઈ ગુલાબભાઈ વસાવા (ઉ.વ ૩૦)( રહે. મોટીબેડવાણ ટાકી ફળીયુ) નાઓએ પોલીસને જાણ કર્યા મુજબ તેમના પિતા ગુલાબભાઈ ગામીયાભાઈ વસાવા ઉ.વ (પર) (રહે. મોટીબેડવાણ ટાકી ફળીયુ તા દેડીયાપાડા જી નર્મદા) નાઓએ તા.૨૫/૧૦/ ૨૦૨૪ના રાત્રીના સમયે પોતાના ઘરે તેમની પત્ની બીમાર હોય તેમના ટૅન્શનમા આવી જતા તેમની જાતે ઘરમાં પડી રહેલ તુવેરમા છાટવાની દવાની બોટલમાંથી તેમજ બીજી દવાની બોટલોમાથી દવા મિક્સ કરી પોતાની જાતે દવા પી જતા જેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલ દેડીયાપાડા ખાતે લઈ આવી દાખલ કરેલ ત્યાંથી વધુ સારવાર માટે રાજપીપલા સીવીલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ હતા બીજા દિવસે સારવાર દરમ્યાન તેમનું મોત થતાં ડેડીયાપાડા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે


 

(9:55 PM IST)