તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Sunday, 27th October 2024
પત્નીએ કોર્ટમાં કેસ કરતા પતિ ભરણપોષણ ના રૂપિયા નહિ આપી શકતા ફાંસો ખાઈ આત્મહત્યા કરી
તિલકવાડાની આ ઘટનામાં 15 વર્ષથી પત્ની બાળકો સાથે પિયરમાં રહેતા હોય પતિ વિરૂદ્ધ કોર્ટમાં કેસ કર્યો જેમાં નાણાં નહિ ભરતા બે વખત જેલવાસ પણ કર્યો હતો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે રહેતા શખ્સ પત્નીએ કરેલા કોર્ટ કેસના રૂપિયા નહિ ભરી શકતા ફાંસો ખાઈ જીવનની અંત આણ્યો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર કમળાબેન રમેશભાઈ રોહીત (પરમાર)ની વિધવા(રહે.ભદામ ચિત્રાવાડી સીમ શ્રીજી સોસાયટી તા.નાદોદ જી.નર્મદા) નાઓએ પોલીસમાં જાણ કર્યા મુજબ તેમનો સગો ભાઈ રણછોડભાઈ જેઠાભાઈ રોહીત (પરમાર) (ઉ.વ-૫૮) ધંધો-મજુરીકામ ( રહે .તિલકવાડા આંબેડકર ચોક તા.તિલકવાડા જી.નર્મદા)નાઓની પત્નિ સાથે ઘરસંસાર સારી રીતે નહી ચાલતા છેલ્લા ૧૫ (વર્ષથી) પત્નિ સંતાનો સાથે તેમના પિયરમા રહેતા આવેલ હોય અને તેમને પતિ વિરૂધ્ધમાં કોર્ટમાં ભરણપોષણનો કેશ કરેલ હોય જે કેશમાં પતિથી નાણા ભરી નહી શકવાના કારણે બે વખત વડોદરા મધ્યસ્થ જેલમાં રહીને પણ આવ્યા હતા અને પોતે એકલા જ રહેતા આવેલ હોય, તેમની પત્નિએ ભરણ-પોષણનો કેશ કરેલો હોય પણ તેઓ કમાતા ન હોય નાણા ભરી નહી શકવાને લઇને ટેન્શનમા આવી જઇ પોતાના ઘરે પંખાની સાથે મજબુત દોરીથી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા તિલકવાડા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
