<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

ઝીલ પાટીલને સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત રાજ્યનું પ્રમાણપત્ર એનાયત થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ઓક્ટોબર 2024 માં વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્પિયનશિપમાં વડોદરાની ઓક્ઝલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ 9મા અભ્યાસ કરતી ઝીલ કલ્પેશ પાટીલ ટેકવાન્ડો ગેમમાં ગોલ્ડ મેડલ વિજેતા થયેલ હતી.
 નડિયાદ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષાની ટેકવાન્ડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ઝીલ પાટીલ વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ કરવા બદલ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ગુજરાત રાજ્ય નું પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. ટેકવાન્ડો સ્પર્ધાનું આ પ્રમાણપત્ર 15 દિવસ પહેલા તેની સ્વર્ગસ્થ થયેલ દાદી કમલાબેન તુલસીરામ પાટીલને સમર્પિત કર્યું હતું.

(10:02 PM IST)