<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

સ્પેનના પ્રધાનમંત્રી પત્ની સાથે વડોદરા આવશે :આગમન માટે તડામાર તૈયારી

વડાપ્રધાન મોદી સ્પેનના વડાપ્રધાન સાથે વડોદરાની મુલાકાતે આવનાર હોય આખુ શહેર રંગીન લાઈટોથી ઝળહળી ઉઠ્યું

વડોદરા શહેરમાં  દેશના વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ શહેરની મુલાકાતે આવનાર હોય સ્થાનિકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે વડાપ્રધાન આવતીકાલે તેમની કર્મભૂમિ પર પધારવાના છે. જ્યારે આજે ગણતરીના કલાકોમાં જ સ્પેનના વડાપ્રધાન તેમના ધર્મ પત્ની સાથે વડોદરા શહેરમાં આગમન કરવાના છે. જેના કારણે હાલ શહેરભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

સ્પેનના પ્રધાનમંત્રી તેમજ આપણા દેશના પ્રધાનમંત્રી ટાટા એર બસ એસેમ્બલી પ્લાન્ટના ઉદ્ઘાટન સમારંભમાં ભાગ લે તે પહેલા શહેર કલેકટર તેમજ પોલીસ કમિશનર અને અધિકારીઓ દ્વારા ન્યુ વીઆઈપી રોડ પર આવેલ ટાટા એર બસ એસેમ્બલી પ્લાન્ટ પહોંચી નિરીક્ષણ કરવામાં આવ્યું. અને હવે ગણતરીના કલાકમાં જ સ્પેનના વડાપ્રધાન તેમની પત્ની બેગોના ગોમેઝ સાથે તેમના A-310 એરબસ એરક્રાફ્ટ માં શહેરના હરણી એરપોર્ટ પર ઉતરશે.જેમને આવકારવા માટે રાજનાથ સિંહ અને એસ જયશંકર ઉપસ્થિત રહેશે.

 

દિવાળી અને બેસતા વર્ષો પહેલા આજે વડોદરા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પેનના વડાપ્રધાન સાથે વડોદરા ની મુલાકાતે આવનાર હોય આખુ વડોદરા શહેર દિવાળીની જેમ રંગીન લાઈટોથી ઝળહળી ઉઠ્યું છે. શહેરના રાજ માર્ગો, રોશનીથી દીપી ઊઠ્યા છે. શહેરના મુખ્ય માર્ગો, સરકારી ઇમારતો, મુખ્ય રસ્તાઓ, ડિવાઇડરો, વૃક્ષો, એરપોર્ટથી લઈને રાજમહેલ રોડ સુધીનો વિસ્તાર રોશની થી ઝળહળી ઉઠ્યો છે.

વડોદરામાં ક્યારેય નહીં જોયો હોય તેવો ઉજાસ હાલ શહેરભરમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે ખુદ વડોદરાના નાગરિકોની આંખો જ અંજાઈ ગઈ છે.


 

(11:35 PM IST)