<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

ડીસાના માલગઢમાં જૂથ અથડામણ: માળી સમાજના બે જૂથ વચ્ચે બાખડ્યા : ફાયરીંગના આક્ષેપ :8 લોકો ઘાયલ

હોટલ પર બે જૂથ બાખડતા અનેક વાહનોને મોટાપાયે નુકસાન:ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા ફોટો

બનાસકાંઠાના  ડીસાના માલગઢમાં જૂથ અથડામણ થઇ છે. માળી સમાજના જ બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઇ. પૈસાની લેતી-દેતી મામલે બબાલ થઈ છે આ ધીંગાણામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે 

  જાણવા મળતી વિગત  મુજબ ડીસા-ભીલડી હાઈવે પર કુપટ ગામ પાસે હોટલ પર મામામારી થઈ હતી. હોટલ પર બે જૂથ બાખડતા અનેક વાહનોને મોટાપાયે નુકસાન થયુ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. 

 દરમિયાન ફાયરિંગ પણ કરાયું હોવાના ઈજાગ્રસ્તોના ગંભીર આક્ષેપ છે. બન્ને જૂથના લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં પણ તણાવભરી સ્થિતિ છે. સ્થિતિ પર કાબુ મેળવવા પોલીસ હોસ્પિટલ પહોંચી.

(11:34 AM IST)