<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

ખાસ ઓપરેશનમાં વડોદરા ક્રાઇમ બ્રાન્‍ચે મત્‍વા ગેંગને આ રીતે દબોચી લીધેલ

રાતે ૧ થી ૩ માં ત્રાટકતી આ ગેંગ પથ્‍થરોનો હથિયાર માફક ઉપયોગ સામનો કરવા માટે કુખ્‍યાત સીપી નરસિંહમાં કોમારે લોકોની દિવાળી બગડતા બચાવી

રાજકોટ તા. ર૮: ચડી બનિયનધારી અને કોઈ મુકાબલો કરે તો પત્‍થરો મારી ભગાડી મૂકવા માટે રાજ્‍યભરમાં જાણીતી દાહોદ પંથકની મતવા ગેંગ વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના લોકોની દિવાળી બગડે તે પહેલા જ પોલીસ કમિશનર દ્વારા અંગત રસ દાખવી પ્રજા હિતમાં કાર્યવાહી કરતા આ ગેંગને ઝડપવામાં વડોદરાની સતત કાર્યરત ક્રાઇમ બ્રાંચને સફળતા સાથે આ ખૂંખાર ગેંગ અંગે કેટલીક ચોકાવનારી હકીકતો ખુલવા પામી છે.

જોઇન્‍ટ સીપી મનોજ નીનામાં અને ડીસીપી યુવરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ, એસીપી હરપાલસિહ રાઠોડના નેતળત્‍વ હેઠળની ટીમના પીઆઇ આર.જી.જાડેજા, એચ. ડી. તુવરા ટીમના પીએસઆઈ સી. ડી.યાદવ, એ.જે.રાઠોડ તથા સ્‍ટાફ દ્વારા સતત કાર્યરત રહી આ ઓપરેશન પાર પાડવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ -સરનામા : (૧) સુની નરસીંગ વહોનીયા ઉ.વ.૩૦ રહે. ન્‍યુ અલ્‍કાપુરી પોલીસ ચોકી પાછળ, પુષ્‍પમ ટેનામેન્‍ટ પાસે, ગોત્રી રોડ વડોદરા શહેર મુળ રહે. ગામ માતવા ગામ, ગરબાડા જી. દાહોદ (ર) નિલેષ રેવલાભાઇ મકવાણા (ઉ.વ.ર૬) રહે. સદર (૩) પપ્‍પુભાઇ જવસિંગભાઇ તડવી (ઉ.વ.૩૦) રહે. ગામ કંબોઇ, તા. લીમખેડા જી. દાહોદ (૪) સુખરામ દેવાભાઇ વળવી (ઉ.વ.ર૬) રહે. ચલાકોટા ગામ તા. લીમખેડા જી. દાહોદ.

પકડાયેલ આરોપીઓની ઘરફોડ ચોરીનો ગુને કરવાની એમ. ઓ.

આ પકડાયેલ આરોપીઓ વડોદરા શહરેના છેવાડે આવેલ સોસાયટી અને બંગ્‍લોઝને ઘરફોડ ચોરીના ગુનાઓ કરવા માટે ટારગેટ કરી મોડી રાત્રીના એક થીત્રણ વાગ્‍યાના સમય દરમ્‍યાન ઘરફોડ ચોરીના ગુનાઓ આચરેલ છે. તેમજ જે વિસ્‍તારમાં ઘરફોડ કરવાનું નકકી કર્યુ હોય તે સોસાયટીના નજીકના ઝાડી વિસ્‍તારમાં જઇ આરોપીઓએ પહેરેલ પેન્‍ટ અને શર્ટને કમરમાં બાંધી ઘરફોડ ચોરી દરમ્‍યાન કોઇ નાગરિક આવી જાય તો તે નાગરિકને ડરાવવા માટે શરીરે બાંધેલ કપડાઓમાં પત્‍થરોને બાંધી આરોપીઓ ઘરફોડ ચોરીઁઓના ગુનાઓ કરે છે.

(12:16 PM IST)