News of Monday, 28th October 2024
ઓસ્ટ્રેલિયામાં ઇન્વેસ્ટર વિઝાના નામે પરિવાર સાથે 95 લાખની છેતરપિંડી કરી: પિતા -પુત્ર સામે ફરિયાદ
અમદાવાદના ઈસ્કોન-આંબલી રોડ પર આવેલા સંતુર બંગ્લોઝમાં રહેતા પંકજ પટેલએ ફરિયાદ નોંધાવી

અમદાવાદના ઈસ્કોન-આંબલી રોડ પર આવેલા સંતુર બંગ્લોઝમાં રહેતા પંકજ પટેલ નામના વ્યક્તિને ઓસ્ટ્રેલિયામાં ઇન્વેસ્ટર વિઝાના નામે પરિવાર સાથે સેટ કરવાનું કહીને જોધપુર પ્રેરણાતીર્થ વિસ્તારમાં રહેતા પિતા અને ઓસ્ટ્રેલિયામાં રહેતા પુત્રએ રૂપિયા 95 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઈમબ્રાંચમાં નોંધવામાં આવી છે.
ઇસ્કોન આંબલી રોડ પર આવેલા સંતુર બંગ્લોઝમાં રહેતા પંકજભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદની મુજબ, તેમને ચિમનભાઈ પટેલ અને તેમના પુત્ર ભાવિન પટેલ તેમજ ચિમનભાઈના ઓસ્ટ્રેલિયામાં રહેતા મનીષ નામના પુત્ર સાથે પારિવારીક પરિચીત હતો. મનીષ જ્યારે ભારત આવતો ત્યારે પંકજભાઈને કહેતો હતો કે ઓસ્ટ્રેલિયામાં સેટલ થવુ સારૂ છે. જો ઇન્વેસ્ટર વિઝાથી આવો તો પરિવારનો પણ સેટલ કરી શકાશે. જેથી તેમણે મનીષ પર વિશ્વાસ કર્યો હતો.
તેમણે મનીષ પર વિશ્વાસ કર્યો હતો. ઓગસ્ટ-2021માં મનીષે જમીનના દસ્તાવેજ અને ફોટોગ્રાફ્સ મોકલી આપ્યા હતા અને જમીન ખરીદો માટે 95 લાખ માંગ્યા હતા. જેમાંથી અડધા નાણાં મનીષે તેના પિતા ચીમનભાઈના એકાઉન્ટમાં જમા કરાવવાનું કહ્યું હતું.
પકંજભાઈને શંકા જતા મનીષે કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયાનો નાગરિક નથી માટે અડધા નાણાં તેના પિતાના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર લેશે. જેથી પકંજભાઈએ 95 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. જેના બે મહિના બાદ મનીષે ઈ-મેઈલ દ્વારા જમીન ખરીદી અંગેના ધવલ શાહ સાથે થયેલી ડીલના અલગ અલગ ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા.
પરંતુ, તેમાં સહી કે સ્ટેમ્પ નહોતા. જેથી મનીષે ખુલાસો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયાના પ્રાયર્વેસીના એક્ટના કાયદાને કારણે તે ઓરીજીનલ ડોક્યુમેન્ટ કુરીયર કરી શકશે નહી. જેથી આ બાબતે શંકા ઉપજતા તપાસ કરાવતા તમામ દસ્તાવેજ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં 95 લાખની રકમ પૈકૌ નાંણા ચિમનભાઈએ તેમના અન્ય પુત્ર ભાવનના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. છેતરપિંડી થતા પંકજભાઈએ નાણાં પરત માંગ્યા હતા. જે પરત ન થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
