<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

ગેસ ગળતરથી કામદારોના મોત પર રાજનીતિ ગરમાઈ: વટવામાં GPCBની ઓફિસ ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

કેમિકલ ફેક્ટરીના સત્તાધીશો સામે કડક કાર્યવાહી અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગ

અમદાવાદઃ ગેસ ગળતરથી કામદારોના મોત પર રાજનીતિ ગરમાઈ છે. વટવામાં GPCBની ઓફિસ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન થઇ રહ્યુ છે. કેમિકલ ફેક્ટરીના સત્તાધીશો સામે કડક કાર્યવાહીની માગ છે. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પણ  માગ કરવામાં આવી છે. GPCBના ઓફિસર ડૉ.તલ્લીકા પટેલની ચેમ્બરમાં કોંગ્રેસના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. જો કે દુર્ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરાઈ હોવાનો ઓફિસરે બચાવ કર્યો. હતો

(8:49 PM IST)