<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં નિજ મંદિરના ગર્ભ ગૃહમાં ચોરીનો પ્રયાસ

ફિંગર પ્રિન્ટ મેળવીને તસ્કરોની શોધખોળ :મંદિર પરિસરમાં ફરજ બજાવતા કર્મચારીઓની પૂછપરછ

 પંચમહાલ જિલ્લાના  સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ચોરીનો પ્રયાસ થયો છે. રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિત ટીમ તપાસમાં જોતરાઇ છે. નિજ મંદિરના ગર્ભ ગૃહમાં ચોરીનો પ્રયાસ થયાનો ખુલાસો થયો છે. CCTVની મદદથી અનેક જગ્યાએથી ફિંગર પ્રિન્ટ મળી આવ્યાં છે. ફિંગર પ્રિન્ટ મેળવીને તસ્કરોની શોધખોળ હાથ ધરાઈ છે. મંદિર પરિસરમાં ફરજ બજાવતા કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. 40 ખાનગી એજન્સીના સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરાઈ છે 

(8:50 PM IST)