News of Tuesday, 29th October 2024
શ્રી શ્રી રવિશંકર ૩૧ ઓક્ટોબરથી ૪ નવેમ્બર સુધી ગુજરાતની મુલાકાતે
અમદાવાદ, વાસદ અને સુરતમાં દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે આયોજિત વિવિધ અધ્યાત્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને અધ્યાત્મિક અનુષ્ઠાનો, વર્કશોપ અને કાર્યક્રમોનું નેતૃત્વ કરશે

ગાંધીનગર: આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર ૩૧ ઓક્ટોબર થી ૪ નવેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ અમદાવાદ, વાસદ અને સુરતમાં દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે આયોજિત વિવિધ અધ્યાત્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને અધ્યાત્મિક અનુષ્ઠાનો, વર્કશોપ અને કાર્યક્રમોનું નેતૃત્વ કરશે.
૩૧મી ઓક્ટોબરે કર્ણાવતી ક્લબ ખાતે સાંજે ૬ થી ૮ દરમિયાન દિવાળી સ્પેશિયલ મહાલક્ષ્મી હોમ અને ચોપડા પૂજન વિધિમાં તેઓ ભાગ લેશે. તા.૧ નવેમ્બરે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન, વાસદમાં એસવીઆઈટી કેમ્પસ ખાતે “સીડ ધ અર્થ” કાર્યક્રમનું આયોજન કરશે, જેમાં ૫૦૦૦ થી વધુ લોકો ૧૦૦ થી વધુ પ્રજાતિના ૨.૫ લાખ સીડ બોલ તૈયાર કરશે તથા હરિયાળા ભારતની રચનામાં યોગદાન આપશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. તા.૨ નવેમ્બરે સાંજે ૬ વાગે શ્રી શ્રી રવિશંકર નવા વર્ષની વિશેષ ગોવર્ધન પૂજામાં ભાગ લેશે. તા.૩ નવેમ્બરે સુરતમાં આશીર્વાદ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. તા.૪ નવેમ્બર સવારે ૮-૩૦ કલાકે રુદ્ર પૂજામાં ભાગ લેશે, જેમાં આંતરિક શક્તિ, શાંતિ અને પરિવર્તન માટે ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
