<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ગરૂડેશ્વર દત્ત મંદીર (વીયર ડેમ) પાસે નાહવા પડેલ બે મિત્રો પૈકી એકનો બચાવ એકનું ડૂબી જતાં મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આવેલા દત્ત મંદિર પાસેના વિયર ડેમ પાસે સ્નાન કરતા બે મિત્રો પાણી માં ડૂબી ગયા બાદ એકનો બચાવ થયો હતો જ્યારે એકનું મોત થયું છે
    મળતી વિગતો અનુસાર તા.૨૬/૧૦/૨૦૨૪ સાંજના સમયે મરનાર સિતારામ નારાયણલાલ ગુર્જર (ઉ.વ.૨૦)( રહે-રામબાગ રાજપીપલા તા-નાદોદ જી.નર્મદા )નાઓ તેના મિત્ર મુકેશભાઇ જગદીશભાઇ સુથાર રહે-રામબાગ રાજપીપલા નાઓ સાથે ગરુડેશ્વર વિયર ડેમ પાસે નાહવા જતા બન્ને જણા નદીના ઉંડા પાણીમા ડુંબી જતા મુકેશભાઇ જગદિશભાઇ સુથાર ને સ્થાનિક માણસો એ  તા-૨૬/૧૦/૨૦૨૪ ના રોજ જીવીત હાલતમાં બહાર કાઢેલ અને તેને સારવાર માટે સરકારી દાવાખાના ગરૂડેશ્વર ખાતે લઇ ગયેલ પરંતુ સીતારામ નારાયણલાલ ગુર્જર નાઓ મળી આવેલ ન હોય જેનો બીજા દિવસે  SDFR ટીમ સાથે શોધખોળ કરતા ગરૂડેશ્વર દત્ત મંદીર ઓવારા પાસે સિતારામ નારાયણલાલ ગુર્જર નાઓ નો.મૃતદેહ મળી આવતા ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.


 

(12:34 AM IST)