<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

એકતાનગર એસ.આર.પી.ગ્રુપનો જવાન મકાનના પાચમાં માળથી પડતાં મોત

એસ.આર.પી.ગ્રુપ ૧૮ બ્લોક ૧૪ રૂમ નંબર ૫૦૭ એકતા નગર ખાતે રહેતા જવાનના મોતથી ગ્રુપમા ગમગીની

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડીયા(એકતાનગર) ખાતે રહેતા એક એસ.આર.પી. જવાનનું ઉપરથી પડતાં મોત થયું હતું.

     મળતી માહિતી અનુસાર મરનાર એસ.આર.પી. જવાન નરેન્દ્રકુમાર ગંગારામ વસાવા (રહે. એસ.આર.પી. ગ્રુપ ૧૮ બ્લોક ૧૪ રૂમ નંબર ૫૦૭ એકતાનગર તા.ગરુડેશ્વર જી. નર્મદા મુળ રહે.ઉભારીયા તા.સાગબારા જી.નર્મદા) નાઓ તા.૨૭/૧૦/૨૦૨૪ ના પોતાના રહેણાંક મકાનના પાંચમા માળેથી આકસ્મીક રીતે નીચે પડી જતા, શરીરે ગંભીર ઈજાઓ થતા તેમનું મોત થયું હતું. સલામતી પોલીસ સ્ટેશન માં આ બાબતે નોંધ લઈ તપાસ હાથ ધરાઇ છે.


 

(1:18 AM IST)