<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

નમૅદા જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવા દિવાળીના તહેવારોમાં ઈમરજન્સીને પહોંચી વળવા માટે સજ્જ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ગુજરાત દિવાળીના ઉત્સવની ધામધૂમથી ઉજવણી માટે તૈયાર છે. આ પ્રસંગે 108 સેવા તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. દિવાળીના તહેવારનો ઉમંગ ત્રણ મુખ્ય દિવસો પર કેન્દ્રિત છે જેમાં દિવાળી, ગુજરાતી નવુ વર્ષ અને ભાઈ બીજ. અગાઉના વર્ષોના વલણોને આધારે આ તહેવાર દરમિયાન આપતકાલીન બનાવોમાં વધારો થવાની શક્યતા છે.
   ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે દિવાળી પર 4618 (સામાન્ય દિવસોની સરખામણીએ 2.53 ટકા વધારે), નવા વર્ષના દિવસે 5231 (સામાન્ય દિવસોની સરખામણીએ 16.14 ટકા વધારે) અને ભાઈ બીજ પર 5093 (સામાન્ય દિવસોની સરખામણીએ 13.08 ટકા વધારે) આકસ્મિતાઓની આગાહી કરવામાં આવે છે જેમાં મુખ્યત્વે રોડ અકસ્માત, શારીરિક હુમલાઓ, પડી જવાના કેસો અને દાઝવાના જેવા કેસોનો સમાવેશ થાય છે.
જો નમૅદા જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો સામાન્ય દિવસોમાં આશરે 85 જેટલા કેસો નોંધાતા હોય છે જે દિવાળી તહેવાર નિમિત્તે દિવાળીના રોજ લગભગ 84 થી 85 જેટલા કેસો એટલે કે વધારો દેખાતો નથી, નવા વર્ષના દિવસે 108 જેટલા કેસો એટલે કે 27%  જેટલો વધારો તથા ભાઈબીજના દિવસે  101 જેટલા કેશો એટલે કે 19% જેટલો કેસોમાં વધારો નોંધાય એવું અનુમાન કરવામાં આવે છે.  

નમૅદા જિલ્લામાં કુલ 14 જેટલી 108 એમ્બ્યુલન્સની ટીમના  60 જેટલા કમૅચારીઓ ઇમરજન્સી કોલ વોલ્યુમના આ સંભવિત વધારાની પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ સાથે એમ્બ્યુલન્સની અંદર દવાનો વધારાનો જથ્થો પણ ફાળવી દેવામાં આવ્યો છે અને વધારાના કર્મચારીઓને પણ જે તે સ્થળે, જે તે હોસ્પિટલમાં મૂકવામાં આવશે કે જેથી કરી એમ્બ્યુલન્સ ને તો તરત જ હોસ્પિટલમાંથી રિલીઝ કરી બીજી ઈમરજન્સી માટે મોકલી શકાય.
આ સરળ પગલાં આપાતકાલીન પરિસ્થિતિઓને ટાળવામાં મદદરૂપ થશે. જો કોઈ આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો તરત જ 108 નંબર પર સંપર્ક કરીને કોઈપણ નાગરિક 24*7 તાત્કાલિક મદદ મેળવી શકે છે. 108 ની ટીમ તહેવાર દરમિયાન નાગરિકોની
સલામતી અને આરોગ્ય માટે સંપૂર્ણ રીતે સજ્જ છે તેમ ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ, 108 સેવા. નમૅદા ના પ્રવિણ વસાવા એ જણાવ્યું હતું.

(12:39 AM IST)