<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ડેડીયાપાડા તાલુકાના ચોકીમાલી ગામમાં આધેડ વ્યક્તિ એ ઝેરી દવા પી આપઘાત કર્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલાં ચોકીમાલી ગામના આધેડ વ્યક્તિએ કોઈક કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે
     મળતી માહિતી અનુસાર બીલાભાઇ રડવીયાભાઇ વસાવા (ઉ.વ-૮૦ )(રહે.ચોકીમાલી (ના.સી) તા.દેદીયાપાડા જી. નર્મદા )નાઓ એ તા-૨૬/૧૦/૨૦૨૪ ના રોજ પોતાના રહેણાંક ઘરે કોઇ અગમ્ય કારણોસર પોતે ઝેરી દવા પી જતા તેમના કુટુંબીજનો સરકારી હોસ્પીટલ દેડીયાપાડા ખાતે પ્રથમ સારવાર માટે લઇ આવી દાખલ કરેલ અને ત્યાથી વધુ સારવાર માટે રિફર કરતા રાજપીપળા સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર માટે દાખલ કરેલ હતા, જેઓનું તા-૨૭/૧૦/૨૦૨૪ ના રોજ સારવાર દરમિયાન મોત થયા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:18 AM IST)