News of Tuesday, 29th October 2024
સિકલીગર ગેંગની મદદથી લાખો રૂપિયાની લૂંટ નકલી પોલીસ બની કરનાર કુખ્યાત અજય મારવાડી ગેંગ અંતે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાઇ
કરોડપતિઓની સચોટ માહિતી આપનારને આ ગેંગ એક લાખ સુધીનું ઈનામ પણ આપતી હોવાનું ખૂલ્યું.. જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી હરપાલસિહ રાઠોડનાં માર્ગદર્શનમાં મોટી સફળતા : દિવાળી હોળીમાં પલટાય ન જાય તે માટે સીપી નરસિંહમાં કોમાર દ્વારા ઘડાયેલ ખાસ રણનીતિનો પીઆઇ આર.જી.જાડેજા, પીઆઇ એચ. ડી. તુવરાના સહયોગીઓ પીએસઆઈ પી.એમ. ધાકડા, પીએસઆઈ એન જી.જાડેજા, પીએસઆઈ આર.એન.બારાઈ, પીએસઆઈ ડી.આર. દેસાઈ, પીએસઆઈ વી.સી. ચૌહાણ ટીમ દ્વારા અથાગ જહેમતથી કાર્ય કરતા વધુ એક સફળતા મળી

રાજકોટ તા.ર૯ : કુખ્યાત સિકલિગર ગેંગની મદદથી ડરામણા કાળા કપડાં, ચહેરાઓ સાથે ત્રાટકતા અને ભૂતકાળમાં નકલી પોલીસ બનીને લાખોની લૂંટ કરનાર કુખ્યાત ગેંગના સભ્યોને આખરે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવવા સાથે લોકોની દિવાળી હોળીમાં ન પલટાય તે રીતે કાર્યવાહી કરવા આપેલ સૂચના મુજબ સિનિયર અધિકારીઓના માર્ગદર્શન સાથે ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફે અથાગ જહેમતથી અશકયને શકાય બનાવતા આરોપીઓ ઝડપાઇ ગયા છે.
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર આર.જી.જાડેજા તથા પોલીસ ઇન્સપેકટર એચ.ડી.તુવરનાઓની દોરવણી હેટળ PSI પી.એમ.ધાખડા, PSI એન.જી.જાડેજા, PSI આર.એન.બારૈયા, PSI ડી.આર.દેસાઇ, ભ્લ્ત્ વી.સી,ચૌહાણનાઓએ ટિમના માણસો સાથે આ ગુનાવાળી જગ્યાની વિઝીટ કરવામાં આવેલ.આ લુંટનો ગુનો કરવા માટે આરોપીઓએ મારૂતી ઇકો ફોરવ્હીલ ગાડીનો ઉપયોગ કરેલાની અને આરોપીઓએ આ ઇકો ગાડી કારેલીબાગ વિસ્તારમાંથી ચોરી કરી આ લુંટના ગુનાને અંજામ આપી ત્યારબાદ ચોરીની આ ઇકો ગાડીને એ.પી.એમ.સી.પાસે હાઇવે રોડ પર બિનવારસી મુકીને આરોપીઓ નાસી છુટેલાની હકીકત જણાઇ આવેલ.આ લુંટનો ગુનો મોડી રાત્રીના સમયે બનેલ હોય જેથી સીસીટીવી ફુટેજ ઉપરાંત ટેકનીકલ સોર્સ આધારે તપાસ કરવામાં આવતા આ લુંટના બનેલ ગુનામાં અગાઉ લુંટ, ઘરફોડ ચોરી, દુષ્કર્મ, નકલી પોલીસ બની ખંડણીના ગંભીર ગુનાઓમાં પકડાયેલ આરોપી અજય મારવાડી રહે.આજવા રોડ એકતાનગર વડોદરાની તેમજ એક ઓટોરીક્ષા તેમજ આ ઓટોરીક્ષાના ચાલક રાહુલ સોલંકી રહે.આજવા રોડ એકતાનગર વડોદરાનાઓ શંકાસ્પદ જણાઇ આવતા જેથી આ બન્નેની શોધખોળ દરમ્યાન આ ઓટોરીક્ષાનો ચાલક રાહુલ તથા અજય મારવાડીનાઓ શંકાસ્પદ જણાયેલ ઓટોરીક્ષામાં ખોડીયારનગર ખાતે ગયેલ હોવાની માહીતી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ખોડીયારનગર વિસ્તારમાં શોધખોળ કરવામાં આવતા આ ઓટોરીક્ષા ખોડીયારનગર પાંજરાપોળ રોડ પર સામેથી આવતી જણાતા જેથી આ ઓટોરીક્ષાને ઉભી રાખવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઇશારો કરવામાં આવતા ઓટોરીક્ષાના ડ્રાયવર સીટ પર બે ઇસમ બેસેલા હોય આ બન્ને ઇસમો પોલીસને જોઇ ઓટોરીક્ષા પલટાવી નાસવાની કોશીશ કરતા જણાતા જેથી ટીમે આ ઓટોરીક્ષાને દોડીને કોર્ડન કરતા રીક્ષામાં ન.(૧) ચાલક ઇસમ રાહુલ પરશોત્તમભાઇ સોલંકી ઉ.વ.૨૬ રહે. આજવા રોડ એકતાનગર ઝુપડપટ્ટી વડોદરા શહેર તથા ન.(૨) ઇસમ અજયભાઇ રમેશભાઇ મારવાડી ઉ.વ.૨૫ રહે. એક્તાનગર ઝુપડપટ્ટી, આજવા રોડ, વડોદરા શહેરનાઓ હોય આ બન્નેની ઝડતી કરતા તેઓ પાસેથી છરી, ચાંદીના સિકકાઓ તેમજ મોબાઇલ ફોન નંગ-૦૨ મળી આવેલ તેમજ ઓટોરીક્ષાની ઝડતી કરતાં ઓટોરીક્ષાના આગળના ખાનામાંથી ચાંદીના જુદાજુદા દાગીના તેમજ ઓટોરીક્ષાના પાછળના ભાગે સંતાડી મુકેલ ડીસમીસ નંગ-૦૨ અને એક વાંદરીપાનું મળી આવતા આ બન્ને ઇસમો પાસે ચાંદીની વસ્તુઓ તેમજ મોબાઇલ ફોનના બીલ અને ઓટોરીક્ષાના પેપર્સ નહી હોવાનુ જણાવી મળેલ મુદ્દામાલ બાબતે કોઇ સચોટ માહીતી નહી આપતા તેઓની પર વધુ શંકા જતા તેઓની સઘન પુછપરછ કરતાં આ પકડાયેલ આરોપી અજય મારવાડીએ તેણે કિસનવાડી ખાતે રહેતા ઓળખીતા મિત્રો તરફથી મળેલ ટીપ આધારે તેમજ મિત્રોએ બતાવેલ બંગલા આધારે આ બંગલામાં લુંટ કરવાનો પ્લાન કરી રીઢા શિકલીગર ચાર આરોપીઓ સાથે કરી રચેલ પ્લાન મુજબ કારેલીબાગથી ઇક્કો ગાડી ચોરી ગાડીને હાઇવે રોડ પર રાહુલ સોલંકીની રીક્ષામાં આ આ ઇકો ગાડી પાસે જઇ બાદ તે પોતે અન્ય ચાર સાગરીત જશપાલસિંગ, મલીંદરસિંગ, અજયસિંગ અને આઝાદસિંગ સાથે ઇકો ગાડીમાં જોઇ રાખેલ ફરીયાદીના બંગલા પર જઇ સાધનોની મદદથી બંધ મકાનના દરવાજાના લોક તોડી નાંખી ફરીયાદી સહીતના ત્રણ વ્યક્તીઓને હથિયારોથી ડરાવી તેમની પાસેના અને મકાનમાં કબાટ,પેટીમાં રાખેલ સોનાચાંદીના દાગીનાઓ અને રોકડ રકમની લુંટ કરી ઇકો ગાડીને હાઇવે રોડ છોડી રાહુલ સોલંકીની ઓટોરીક્ષામાં સાવલીથી આગળ જઇ લુંટી લીધેલ રૂપીયાનો ભાગ પાડી ત્યાંથી શિકલીગર આરોપીઓ સોનાચાંદીના દાગીનાઓ વેચી નાંખવા માટે પોતાની સાથે લઇ ગયેલાનુ અને રાહુલ સોલંકીને આ કામ પેટે રૂપીયા આપેલાની હકીકત જણાવેલ. તેમજ રાહુલ સોલંકીએ આરોપીઓને જઇ જવા તેમજ લાવવાના કામમા મદદ કરી આર્થીક લાભ મેળવેલાની હકીકત જણાવતા જેથી આ બન્ને ઇસમો સામે કાર્યવાહી કરી તેઓ પાસેથી મળેલ ઓટોરીક્ષા, ચાંદીની વસ્તુઓ, મોબાઇલો અને સાધનો તપાસ અર્થે કબજે કરવામાં આવેલ
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
