તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th October 2024
ધનતેરસથી યાત્રિકો માટે અમદાવાદ-કેશોદ વિમાનસેવાનો પ્રારંભ
અમદાવાદ થી કેશોદ વિમાન સેવા અઠવાડિયામાં ત્રણ દિવસ, મંગળવાર, ગુરુવાર અને શનિવાર ઉપલબ્ધ રહેશે

અમદાવાદ : ધનતેરસથી યાત્રિકો માટે અમદાવાદ-કેશોદ વિમાનસેવાનો પ્રારંભ થયો છે. અમદાવાદ થી કેશોદ વિમાન સેવા અઠવાડિયામાં ત્રણ દિવસ, મંગળવાર, ગુરુવાર અને શનિવાર ઉપલબ્ધ રહેશે, જે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વધુ પ્રવાસન વિકલ્પો આપશે. સવારે 10:10 વાગ્યે ફ્લાઈટ ટેકઓફ કરશે અને 10:55 વાગ્યે કેશોદ પહોંચી જશે. બપોરે 13:15 વાગ્યે કેશોદથી ટેકઓફ કરી 14:30 વાગ્યે અમદાવાદ પરત આવશે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
