તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 29th October 2024
૮૦૦૦ કરોડના જીએસટી કૌભાંડનો માસ્ટર માઇન્ડ સુરતમાં ઝડપાયો
અશરફ ઇબ્રાહીમ કાલાવડીયાએ ર૪૬ બનાવટી કંપનીઓ ખોલીઃ પઠાણ એન્ટરપ્રાઇઝીસ નામની કંપનીના અમૂક શંકાસ્પદ ટ્રાન્ઝેકશન મળી આવ્યા

સુરત તા.ર૯ : શહેરના રહેતા અશરફ ઈબ્રાહિમ કાલાવડિયાએ ૨૪૬ બનાવટી કંપનીઓ ખોલી અન્ય આરોપીઓ સાથે મળી અધધધ ૮ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. આ બાબતે ડીજીજીઆઈ પૂણે ઝોનલ યુનિટના અધિકારી રુષિ પ્રકાશે પૂણેના કોરેગાવ પાર્ક પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે એફઆઇઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પૂણેમાં જીએસટી વિભાગની તપાસમાં ૨૪૬ શેલ કંપનીઓ ઊભી કરી ખોટી રીતે ઈનપૂટ ટેક્સ ક્રેડિટ લેવાનું ૮૦૦૦ કરોડ રૂપિયાનું જીએસટી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. એક ઓટો ડ્રાઈવરના નામે નોંધાયેલી બંનાવટી કંપનીની તપાસનો રેલો મુંબઈ, રાજકોટ અને ભાવનગર પણ પહોંચ્યો છે. તેના માસ્ટર માઈન્ડ તરીકે સુરતમાં રહેતા અશરફ ઈબ્રાહિમ કાલાવડિયાની અગાઉ જ ધરપકડ થઈ ચૂકી છે. હવે આ કૌભાંડમાં જીએસટી ઈન્ટેલિજન્સની ટીમે ઔપચારિક ફરિયાદ દાખલ કરી છે. આ સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપી અશરફભાઇ કાલાવડિયા સહિત પોલીસે નીતિન બારગે, ફૈઝલ મેવાલાલ, નિઝામુદ્દીન ખાન, અમિત તેજબહાદુર સિંહા, રાહુલ બારૈયા, કૌશિક મકવાણા, જીતેન્દ્ર ગોહેલ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. (ર૬.૯)
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
