<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

કાળી ચૌદશના દિવસે મહુડી ખાતે શ્રી ઘંટાકર્ણદાદાના હવનનું અનેરૂ મહત્‍વ

ઉત્તર ગુજરાતમાં મહુડી તીર્થનું નામ આવતાં આસ્‍થાથી હૈયું તરબતર  જાય છે. ભગવાન શ્રી ઘંટાકર્ણ મહાવીર દાદાનું આ સ્‍થાનક જૈન તીર્થ ભલે હોય પરંતુ જૈનેતરો માટે પણ એટલું જ પૂજનીય છે. મહુડી તીર્થનાં દર્શને જેટલા જૈનસમુદાયના લોકો જાય છે એના જેટલા જ જૈનેતરો પણ જતા હોય છે. ઉત્તર ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં મહુડી આવેલું છે.  તેનું અસલ નામ મધુપુરી છે.  તેમાં શ્રી ઘંટાકાર્ણવીર દાદાનું મંદિર છે. ઉપરાંત મૂળનાયક શ્રી પદ્મ પ્રભુ જિનેશ્વર ભગવાનનું ભવ્‍ય જિનાલય છે. શ્રી ઘંટાકર્ણવીર શ્રી જિનેશ્વર પરમાત્‍માના પરમતારક શાસનમાંના બાવન વીર પૈકીના ત્રીસમાં વીર છે. જિનશાષા મુજબ તેઓ પૂર્વભવમાં મહાબલ નામના ક્ષત્રિય રાજા હતા.

 હાલના ઉત્તરાંચલ રાજયના ટિહરી ગઢવાલ વિસ્‍તારમાં આવેલા શ્રીનગર (શ્રીતીર્થ)માં તેમનું રાજય હતું.  તેની નજીકની પર્વતમાળા પર ત્રેવીસ તીર્થંકર પરમાત્‍માઓનાં જિનાલય આવેલાં છે તેની યાત્રાએ આવતા શ્રાવકોનું રક્ષણ પર્વતના જંગલ વિસ્‍તારનાં હિંસક વન્‍ય પ્રાણીઓ અને અનાર્ય પ્રજાથી રક્ષણ કરવા માટે શ્રી ઘંટાકર્ણવીર દેવનો આવિર્ભાવ થયો હતો.   યાત્રીઓનું રક્ષણ કરતાં કરતાં પ્રાણાર્પણ કરી શુભધ્‍યાનમાં તેઓ મળત્‍યુ પામ્‍યા હતા.  શ્રી પર્વતતીર્થના મહાઙ્ઘભાવક અધિષ્ઠાયક તરીકે તેઓ આજે પણ પૂજનીય છે. જિનશાસક પ્રભાવક યુગપ્રવર્તકત્‍ન યોગનિષ્ઠા આચાર્યભગવંત શ્રીમદ્‌ બુદ્ધિસાગરજી મહારાજાએ મધુપુરી તીર્થ શ્રી ઘંટાકર્ણ દાદાનો આવિર્ભાવ કર્યો હતો.  આ તીર્થના તેઓ અધિષ્ઠાતા છે.

  વિક્રમસંવત ૧૯૮૦ માં માગશર સુદ ત્રીજના દિવસે વર્તમાન મંદિર બંધાવી શ્રી ઘંટાકર્ણ દાદાની સ્‍થાપના કરી હતી.  જો કે આ અગાઉ વિક્રમસવંત ૧૯૭૮માં તેમણે દાદાની મુર્તિ ઘડાવી હતી.  ઉપાસનાસહ  સાત્‍વિક ભકિત કરનાર સર્વ શ્રાવકો- શ્રદ્ધાળુઓ- ભાવિકોને સહાયભૂત થવા માટે શ્રી દાદાને વચનબદ્ધકરીને તેમણે બે ચરિત્ર્યવંત શિલ્‍પકારો પાસે મુર્તિ ખારાબારના પથ્‍થરમાંથી બનેલી છે.  રોજેરોજ એની પ્રક્ષાલ-પૂજા થતી નથી. રોજ પ્રક્ષાલ-પૂજા કરાય તો મુર્તિને ઘસારો પહોંચે છે. એટલે વર્ષમાં માત્ર એક જ વાર કાળી ચૌદશના દિવસે જ તેની વિવિધપૂર્વક પ્રક્ષાલ પૂજા-કેસરપૂજા કરવાની પરંપરા છે.  પ્રતિમાનજીના જમણા અંગૂઠે જ કેસરપૂજા થાય છે.  અજ્ઞાન વહેમ ભૂત પ્રેતાદિ અનિષ્ટ તત્‍વોની પીડાથી લોકોને મુકત કરવા માટે અને ધર્મભ્રષ્ટ-આચારભ્રષ્ટ લોકોને મુકત કરાવવા માટે જ પારમાર્થિક પ્રેરણાથી શુદ્ધવિશુદ્ધ સમ્‍યગ્‌ દ્રષ્ટિધારક શ્રી જિનશાસન અધિષ્ઠાયક શ્રી ઘંટાકર્ણવીર દેવને પ્રત્‍યક્ષભાવે આ.ભ. શ્રીમદ્‌ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ.સા.એ પ્રત્‍યક્ષભાવે સાક્ષાત કર્યા હતા.

દર વર્ષે કાળી ચૌદશના દિવસે બપોરે ૧ર-૩૯ના વિજયમુહૂર્ત શ્રી ઘંટાકર્ણદાદાનો હવન થાય છે. છેલ્લા ૯૮ વર્ષથી પણ વધુ આ હવન થાય છે.  ઘંટાકાર્ણ દાદાની પૂજા અર્ચના કાળી ચૌદશની મધ્‍યરાત્રીએ ૧ર-૦૦ કલાકે કરી શકાય છે. પ્રથમ તાાન કરતી વખતે  ૐ હ્રીં કલીં ગંગે જલાય નમઃ ૧૧ વખત તો બોલવો પછી આપણે પૂજા કરવા બેસીએ તે જગ્‍યાએ ૐ હ્રીં શ્રીં ભુમ્‍યાદિદેવાય નમઃ  મંત્ર બોલીએ શકય હોય તો લાલ રંગનું રેશમી પીતાંબર પહેરવું અને લાલ રંગના રેશમી આસન પર બેસવું.  માળા લાલરંગ પરવાળાથી જ કરવી.  પૂજા પતી જાય પછી ૐ હ્રીં કલીં આનંદદેવાય નમઃ આ મંત્રનો જાપ ર૧ વાર કરવો અને દાદાનું ધ્‍યાન ધરી ત્‍યારે તેમના મૂળમંત્ર :

ૐ હ્રીં ઘંટાકર્ણો મહાવીરઃ સર્વવ્‍યાધિવિનાશકઃ & વિસ્‍ફોટકભયે પ્રાપ્ત રક્ષ રક્ષ મહાબલ &&૧&&

યત્ર ત્‍વં તિષ્ઠવે દેવ લિખિતોક્ષરપકિતભિઃ & રોગાસ્‍તત્ર ણશ્‍યચન્‍તિ વાત પતિ કફોદ્રદ્ધભવાઃ   &&ર&&      

તત્ર રાજભયં નાસ્‍તિ  યાન્‍તિ યાન્‍તિ કર્ણેજપાઃ ક્ષયમ્‌ & શાકિની ભૂત વેતાલ રાક્ષસા : પ્રભવન્‍તિ ન    &&૩&&

નાકાલે મરણં તસ્‍ય ન ય સર્પેણ દેશ્‍યતે અગ્નિ ચૌરભયં નાસ્‍તિ  હ્રીં ઘંટાકર્ણ નમોસ્‍તુતે ઠઃ ઠઃ ઠઃ સ્‍વાહા &&૪&&

શકય હોય તો ૧૧, ર૧, ૩૧, ૧૦૮ જપ કરવા અને અનુકુળ હોય તો સવાલાખ મંત્રજપનું અનુષ્ઠાન કરી શકાય. આમ મનોકામના અચુક પુરી થાય છે જેમ કે ધનનો લાભ વ્‍યાપાર નોકરીનો લાભ રોગમુકિત રાજકીય લાભ તેમજ હરીફ ઉપર અચુક લાભ થાય છે.  તેમજ આ સાધનાથી ગર્ભપાત, ચોરી, અગ્નિ, પાણી, કસુવાવડ, અકાળ મળત્‍યુનો ભય દુર થાય છે.

દેશ અને દુનિયાના અનેક વિસ્‍તારોમાંથી  જૈનો-જૈનેતરો આ હવનના દર્શનાર્થે આવે છે.  હવનમાં ૧૦૮ આહુતિઓ અપાય છે. પ્રત્‍યેક આહુતિએ ઘંટનાદ થાય છે. આ વખતે ત્‍યાં ઉપસ્‍થિત હજારો લોકો દ્વારા પોતાની સાથે રાખેલી નાડાછડી પર એક ગાંઠ મારવાની ક્રિયા થાય છે. મહુડીની આસપાસ અનેક જૈનતીર્થો પણ આવેલાં છે.

જયેશ સંઘાણી મો.૯૪ર૮ર ૦૦પર૦

 

(2:56 PM IST)