News of Tuesday, 29th October 2024
સંસ્કૃતના સાક્ષર સોરઠના યુવાન ડો.હર્ષલ ભટ્ટે વડોદરામાં સંશોધન કરી મેળવી પીએચ.ડી.ની પદવી
દેવવાણી ગણાતી સંસ્કૃત ભાષામાં ડો. શ્વેતા પ્રજાપતિનાં માર્ગદર્શન હેઠળ સંશોધન

રાજકોટ તા.ર૯ : સંસ્કારી નગરી વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વડપણ હેઠળ કાર્યરત પ્રાચ્યવિદ્યા મંદિર એ મારા સંશોધનનું ઉદગમ સ્થાન છે. વ્યાકરણદર્શનની ઉત્તમ કળતિ પરમલઘુમંજૂષા ઉપર સંશોધન કરી પીએચ.ડી.ની પદવી મેળવનાર મૂળ જૂનાગઢના યુવાન ડો. હર્ષલ ભટ્ટે આજરોજ સંસ્કળતિની ધરોહર સમાન એમ. એસ. યુનિવર્સિટી વડોદરા સ્થિત ઓરિએન્ટલ ઇન્સ્ટીટયૂટ વિશે રસપ્રદ વિગતો રજૂ કરી હતી.
ભારતીય ગુરુ-શિષ્ય પરંપરા સાથે જોડાયેલી સંસ્કળત ભાષાની હસ્તપ્રતો એ ઋષિકુળની શિક્ષણ પરંપરાનો એક અનોખો દસ્તાવેજ છે, તેમ કહી યુવા સંશોધક ડો. હર્ષલ ભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરામાં ઓરિએન્ટલ ઇન્સ્ટીટયૂટનાં વડા ડો. શ્વેતાબેન પ્રજાપતિનાં પરિશ્રમ અને માર્ગદર્શન હેઠળ અહીં ૩૦ હજારથી વધું હસ્તપ્રતો અને તાડપત્રો સચવાયાં છે. પીએચ.ડી.નાં માર્ગદર્શક તરીકે ડો. શ્વેતાબેન પ્રજાપતિનું અમૂલ્ય માર્ગદર્શન સંસ્કળત ભાષાનાં યુવાસંશોધકોને કારકિર્દી ઘડવામાં અનેક રીતે ઉપયોગી બની રહ્યું છે. સંસ્કળત ભાષામાં સંશોધન અંગે તેઓએ ઉમેર્યું હતું કે, દર્શનમ્ સંસ્કળત સંસ્થાન, સ્વામિનારાયણ ગુરુકુળ છારોડીમાં સંસ્કળત ભાષામાં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યા પછી ભાષા સંશોધક તરીકે અહીં ઓરિએન્ટલ ઇન્સ્ટીટયૂટમાં કામ કરવાની તક મળી. જેના કારણે અંદાજ આવ્યો કે, સંસ્કળત એ શાષાો ઉપરાંત વ્યાવહારિક ભાષા પણ રહી છે. સંસ્કળતમાં લખાયેલાં કાવ્યો, નાટકો, લઘુકથાઓ અને સંસ્કળત બાળસાહિત્યની રચનાઓ ભારતીય સંસ્કળતિને ઉજાગર કરવામાં ઉપયોગી બની રહેશે. સંસ્કળત ભાષાનાં શિક્ષણની અનિવાર્યતા સમજાવતા વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, ભારતીય નવી શિક્ષણનીતિમાં મૂલ્ય આધારિત શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ત્યારે સંસ્કળત ભાષાનું શિક્ષણ ખૂબજ મહત્ત્વનું બની રહે છે. સંસ્કળત એ દેવભાષા છે જેમાં ગુરુ-શિષ્ય પરંપરાનું શિક્ષણ સમાયું છે. ભાષાસાહિત્યની અનેકવિધ વિશેષતા ધરાવતી સંસ્કળત ભાષાનાં શિક્ષણ અને સંશોધનમાં વિશ્વનાં અનેક દેશો રસ લઈ રહ્યાં છે. આપણાં દેશનાં યુવાનો પણ સંસ્કળતની અનિવાર્યતા સમજીને તેમાં રસ લઈ રહ્યાં છે. અહીં સંસ્કળત ભાષાનાં અધ્યાપકો, તજ્જ્ઞો અને સંશોધકો મોટા પ્રમાણમાં છે.
અહીંથી પ્રકાશિત વાલ્મીકિ રામાયણની સમીક્ષિત આવળત્તિ તેમજ નાટયશાષા અને સૌદર્યલહરી જેવાં કાવ્યગ્રંથો દુનિયાભરનાં વિદ્વાનોમાં જાણીતાં થયા છે. આ કેન્દ્રનાં વડા ડો. શ્વેતાબેન પ્રજાપતિનાં માર્ગદર્શન હેઠળ સંશોધન કરવાની તક મળી તેને હું સદ્ભાગ્ય સમજુ છું તેમ જણાવ્યું હતું.
પીએચ.ડી.નું સંશોધનકાર્ય પૂર્ણ કર્યા બાદ ડો. હર્ષલ ભટ્ટે જણાવ્યું હતું કે ભાષાને શુદ્ધ કરવાનું કામ વ્યાકરણશાષા કરે છે, તે ભાષાને બચાવે છે. નાગેશ ભટ્ટે માત્ર વ્યાકરણદર્શન નહીં પરંતુ ધર્મશાષા, પુરાણ અને કાવ્યશાષાોનાં સિદ્ધાંતો ને ઉજાગર કરતી મૌલિક કળતિઓની રચના કરી છે. પરમલઘુ મંજૂષા એ વ્યાકરણદર્શનનાં જિજ્ઞાસુઓ માટે તેમજ ગહન સંશોધન માટે સ્વાધ્યાયરૂપ છે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
