<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

વધુ ભીડ ન સર્જાય તે માટે અમદાવાદમાં રેલ્‍વે સ્‍ટેશને પ્‍લેટફોર્મ ટિકિટ બંધ

રેલ્‍વે સ્‍ટેશન પરિસરમા ૬ નવેમ્‍બર સુધી નિયમનો અમલ

અમદાવાદ, તા. ર૯ : દિવાળીના તહેવારોમાં વતનમાં અને ફરવા જતા મુસાફરોની વધારે રહેતી ભીડને ધ્‍યાને લઈને રેલવે તંત્ર દ્વારા અમદાવાદના કાલુપુર સ્‍થિત મુખ્‍ય રેલવે મથક ઉપરાંત અસારવા અને સાબરમતી રેલવે સ્‍ટેશન પર આગામી ૬ નવેમ્‍બર સુધી પ્‍લેટફોર્મ ટિકીટનું વિતરણ બંધ કર્યું છે. જેના પગલે મુસાફરોને લેવા કે મુકવા આવનાર લોકો હવે પ્‍લેટફોર્મે સુધી જઈ શકશે નહીં.

આ પ્રતિબંધથી તહેવાર સમયે મુસાફરોને સ્‍ટેશન પરિસરમાં અવરજવર કરવામાં સરળતા રહેશે. પヘમિ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા જણાવ્‍યા નિર્ણયને પગલે પ્રવાસીઓને મૂકવા આવેલા તેના સગા-સંબંધીઓને પ્‍લેટફોર્મ ટિકિટ ના મળતાં તેઓ અંદર સુધી મૂકવા જઈ શકશે નહીં. જ્‍યારે વરિષ્ઠ નાગરિકો તેમજ તબીબી સંબંધી જરૂરિયાત વાળા લોકોને માટે આ પ્રતિબંધોમાંથી મુક્‍તિ આપવામાં આવી છે. (

(3:11 PM IST)