<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

રાજ્યપાલ અને મુખ્યમંત્રી પ્રજાજનો અને અધિકારીઓ-કર્મચારીઓને નૂતન વર્ષાભિનંદન પાઠવવા માટે મિલન સમારંભમાં ઉપસ્થિત રહેશે

જાણો રાજ્યપાલ અને મુખ્યમંત્રી ક્યાં સ્થળે અને કેટલા વાગ્યે ઉપસ્થિત રહેશે

ગાંધીનગર : પ્રતિવર્ષ નૂતન વર્ષ દિન નિમિત્તે  મુખ્યમંત્રીતરફથી પ્રજાજનો તેમજ સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ માટે નૂતન વર્ષાભિનંદન મિલન સમારંભ યોજવામાં આવે છે. આ વર્ષે "નૂતન વર્ષ દિન" નિમિત્તે તારીખ ૦૨જી નવેમ્બર, ૨૦૨૪ને શનિવારના રોજ  રાજયપાલ અને. મુખ્ય મંત્રી, રાજ્યના પ્રજાજનો તેમજ અધિકારીઓને નૂતન વર્ષાભિનંદન માટે નીચે દર્શાવ્યા મુજબના સમયે તથા સ્થળે ઉપસ્થિત રહેનાર છે.

રાજયપાલ.૦૨ નવેમ્બર ૨૦૨૪, શનિવાર ,સવારે ૦૯:૩૦ થી ૧૦:૦૦, રાજભવન, ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેશે

 મુખ્યમંત્રી સવારે ૦૮.૦૦ કલાકે.કોમ્યુનિટી હોલ, મંત્રીમંડળ નિવાસસ્થાન, સે- ૨૦, ગાંધીનગર.અને સવારે ૧૦:૩૦ કલાકે સ્ટેટ ગેસ્ટ હાઉસ, (એનેક્ષી), શાહીબાગ, અમદાવાદ ખાતે જયારે સવારે ૧૧:૪૫ કલાકે સીનિયર પોલીસ ઓફીસર મેસ, બંગલા નં – ૭, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેશે

(11:06 PM IST)