News of Tuesday, 29th October 2024
સરકારે કેદીઓની દિવાળી સુધારી : ખુશાલીનો માહોલ મહિલાઓ સહિત કુલ ર૮ કેદીઓની ૧પ દિ'ની પેરોલ મંજુર : જુઓ સંપૂર્ણ યાદી
ર૮માંથી ૧૩ મહિલા કેદીઓ હોવાનો નિર્દેશ કલેકટર દ્વારા નિર્ણય

રાજકોટ, તા. ર૯ : સરકારના ગળહવિભાગ, ગાંધીનગરના પત્રથી કેદીઓની કલ્યાણ પ્રવળત્તિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિત્તે મહિલા કેદીઓ તથા ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા પુરૂષ કેદીઓ તેના કુટુંબીઓ સાથે ખુશાલીથી તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર રાજયની જેલોમાં સજા ભોગવી રહેલ પાત્રતા ધરાવતી મહીલા કેદીઓ તથા ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા પુરૂષ કેદીઓને ધનતેરસના દિવસે એટલે કે આજથી તા. ૧૨-૧૧-૨૦૨૪ સુધી કુલ દિવસ-૧૫ની પેરોલ રજા મંજુર કરવાનો સરકારે નિર્ણય કરેલ છે.
જેના અનુસંધાને અધિક્ષકશ્રી, રાજકોટ મધ્યસ્થ જેલ, રાજકોટના સંદર્ભ-૩માં દર્શાવેલ પત્રથી રાજકોટ મઘ્યસ્થ જેલમાં સજા ભોગવતા કેદીઓ પૈકી પેરોલ મંજુર કરવાની પાત્રતા ધરાવતી મહીલા કેદીઓ તથા ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા કુલ-૨૮ કેદીઓનો નોમીનલ રોલ ભરી પેરોલ રજા મંજુર કરવાની દરખાસ્ત થઇ છે. કેદીઓની વિગતો આ મુજબ છે.

(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
