તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th October 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ છાત્રાઓ દ્વારા નિર્મિત દીવડાની ખરીદી કરી
દિવ્યાંગ દીકરીઓની આ કલાને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દાત ભાવથી મુખ્યમંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ દીવડાઓની ખરીદી કરી

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મેમનગર સ્થિત અંધ કન્યા પ્રકાશ ગૃહમાંથી દીવડાની ખરીદી કરી હતી.
આ દીવા અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ છાત્રાઓ દ્વારા બનાવવામાં આવ્યા છે.
દિવ્યાંગ દીકરીઓની આ કલાને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દાત ભાવથી મુખ્યમંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ દીવડાઓની ખરીદી કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં અમદાવાદના ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, અ.મ્યુ.કોની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, અંધ કન્યા પ્રકાશ ગૃહના પ્રેસિડેન્ટ ક્ષિતિશ શાહ, સંસ્થાના મેનેજિંગ કમિટી ટ્રસ્ટી રાજન હરિવલ્લભદાસ, સંસ્થાના એડમિનિસ્ટ્રેટર શ્રીમતી સ્મિતા શાહ તેમજ સ્થાનિક રાજકીય અગ્રણીઓ, શિક્ષકો, સંસ્થાની કન્યાઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
