<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ફરી સાહજિકતાનો પરિચય આપ્યો : પૌત્ર સાથે ફટાકડા ખરીદવા પહોંચ્યા: ફટાકડા ફોડીને પ્રકાશ પર્વની ઉજવણી : જુઓ વિડીયો

કોઈ પણ પ્રકારનાં પ્રોટોકોલ વગર પોતાનાં પૌત્ર સાથે સામાન્ય માનવીની જેમ જ ફટાકડા ખરીદી કરવા પહોંચ્યા

અમદાવાદ :ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની સાહજિકતા, સરળતા અને નિખાલસતાનો પરિચય આપ્યો છે.

    રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ કોઈ જ ઔપચારિકતા વિના પોતાના લાડકવાયા પૌત્ર સાથે સામાન્ય માનવીની જેમ જ ફટાકડા ખરીદી કરવા પહોંચી ગયા હતા. દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે કોઈપણ પ્રકારનો સિક્યોરિટી કાફલા જોવામ મળ્યો નહોતો. કોઈ પણ પ્રકારનાં પ્રોટોકોલ વગર પોતાનાં પૌત્ર સાથે સામાન્ય માનવીની જેમ જ ફટાકડા ખરીદી કરવા સીએમ પહોંચ્યા હતા

   એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફટાકડાની ખરીદી કર્યા બાદ પરિવારજનો સાથે હર્ષોલ્લાસથી ફટાકડા ફોડીને દિવાળીની ખુશી પણ મનાવી હતી. દાદાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ મુખ્યમંત્રી નહીં પરંતુ એક સાચા 'કોમન મેન' છે ગઈકાલે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ફટાકડાની ખરીદી કરી હતી.

(11:02 PM IST)