<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

ભૂપેન્‍દ્રભાઇ પટેલ નૂતન વર્ષ પ્રારંભના દિવસે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્‍છાની આપ-લે કરશે

મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં દિપાવલી-નૂતનવર્ષ નિમિત્તેના શુભેચ્‍છા-સ્‍નેહમિલન કાર્યક્રમો યોજાશે

 

રાજકોટ તા.૩૦ મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ વિક્રમ સંવત ર૦૮૧ના પ્રારંભ દિવસે તારીખ ૨ નવેમ્‍બર, શનિવારે સવારે ૭ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્‍યારબાદ તેઓ ૭:૩૦ વાગ્‍યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપૂજા માટે જશે.

મુખ્‍યમંત્રીશ્રી ત્‍યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્‍યુનીટી સેન્‍ટર ખાતે સવારે ૮ થી૮:૪૫ સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્‍છાઓનું આદાન-પ્રદાન કરશે.

મુખ્‍યમંત્રીશ્રી ત્‍યાર બાદ સવારે ૮.૫૦ કલાકે રાજ ભવન ખાતે રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ને નૂતન વર્ષ શુભેચ્‍છાઓ પાઠવવા જશે.

ભૂપેન્‍દ્રભાઈ પટેલ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્‍છાઓની આપ-લે કરશે.

મુખ્‍યમંત્રીશ્રી  તે પહેલાં સવારે ૧૦ વાગ્‍યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.

મુખ્‍યમંત્રીશ્રી નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૪૫ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્‍થિત રહેવાના છે.

(10:12 AM IST)