તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Wednesday, 30th October 2024
સેવાના સારથિ, સરકારના મહારથી મંત્રી ઋષિકેશ પટેલનો જન્મદિન

રાજકોટ : મહેસાણા જિલ્લાના વીસનગરથી સતત ચાર વખતથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાતા રાજયના કેબીનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલનો જન્મ તા. ૩૦ ઓકટોબર, ૧૯૬૧ ના દિવસે થયેલ. આજે ૬૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ હાલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કાયદો અને ન્યાયતંત્ર, ઉચ્ચ શિક્ષણ તેમજ સંસદીય બાબતોના વિભાગના મંત્રી છે. પ્રવકતા મંત્રી તરીકે પણ ફરજ બજાવે છે.
શ્રી ઋષિકેશ પટેલ ભૂતકાળમાં વીસનગર માર્કેટ યાર્ડના ચેરમેન, જિલ્લા ભાજપના પ્રમુખ, વગેરે પદ પર રહી ચૂકયા છે. તેઓ ડીપ્લોમાં ઇન સિવીલ એન્જિનીયરીંગની પદવી ધરાવે છે. તિરૂપતિ સર્જન લિ. ના સ્થાપક છે. ઉમિયા સંસ્થાન ઉંઝાના કારોબારી સભ્ય તરીકે તેમનું ઉલ્લેખનીય યોગદાન છે. સાઇનીંગ ઇન્ડિયા દ્વારા તેમને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે એવોર્ડ મળેલ છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા પંથકમાં સેંકડો વૃક્ષારોપણ કરાવી પર્યાવરણ જાળવણીમાં મહત્વનો હિસ્સો આપેલ છે. તેઓ દીન - દુઃખીઓના આંસુ લુછવાની સાથે આંસુનું કારણ ભૂસવા પ્રયત્નશીલ રહે છે. મો. નં. ૯૮રપ૦ ૧૦૪૧૩, અને મો. નં. ૯૯રપ૪ પ૬૩પર ગાંધીનગર
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
