<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં આજે ચિત્ર સ્પષ્ટ થશે: ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ

પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, અપક્ષ સહિત 15 ઉમેદવાર: માવજી પટેલ ઉમેદવારી પરત નહીં ખેંચે તો ત્રિપાંખીયો જંગ જામશે.

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં આજે ચિત્ર સ્પષ્ટ થશે. વાવ પેટાચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. હાલમાં પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, અપક્ષ સહિત 15 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે,

ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત સામે અપક્ષના માવજી પટેલ પણ મેદાનમાં છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલની ઉમેદવારી પર સૌની નજર છે. માવજી પટેલ ઉમેદવારી પરત ખેંચે છે કે નહીં તે મહત્વનું છે. માવજી પટેલ ઉમેદવારી પરત નહીં ખેંચે તો ત્રિપાંખીયો જંગ જામશે.

(11:34 AM IST)