<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

મહાનુભાવોના મેળા જેવો ઐતિહાસિક માહોલ... વડોદરા પોલીસ ફુલ્લી પાસ

અનેક પડકારો વચ્‍ચે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને સ્‍પેનના વડા પ્રધાનના રોડ શો માટે ધીરજ, અનુભવ, સૂઝબુઝ અને સંકલનનો સંગમ સફળતા સુધી દોરી ગયો : સીબીઆઇ બેકગ્રાઉન્‍ડ ધરાવતા સીપી નરસિંહમાં કોમારે મહાનુભાવ બંદોબસ્‍ત વચ્‍ચે સામાન્‍ય પ્રજાની દિવાળી બગાડે તેવી ગેંગ પકડવા સાથે ક્રાઇમ બ્રાન્‍ચ સાથે દીપોત્‍સવી બંદોબસ્‍ત માટે સ્‍થાનિક પોલીસને એકિટવ મોડમાં રાખેલ... કસોટી આ રીતે પાર પડી... અદ્‌ભૂત કથા : સ્‍પેનના વડાપ્રધાન સાથે ૩૮ મહાનુભાવો, રક્ષા મંત્રી કાફલો, વિદેશ મંત્રી કાફલો, રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ટીમ, જળ શકિત મંત્રી, મુખ્‍યમંત્રી, ગૃહ મંત્રી સહિત કેન્‍દ્રના ટોચના અધિકારીઓની સુરક્ષા વ્‍યવસ્‍થા પણ પ્રયોરિટી, કલેકટર, મ્‍યુનિસિપલ કમિશનરનો સહયોગ પણ કાબીલેદાદ

રાજકોટ તા.  તાજેતરમાં વડોદરા ખાતે દેશના ખૂબ મહત્‍વાકાંક્ષી પ્રોજેકટ  એવા C- 295 એર ક્રાફટનાં ઉત્‍પાદન માટે ટાટા એર ક્રાફટ કોમ્‍પલેક્ષનું વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને સ્‍પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ દ્વારા સંયુક્‍તપણે ઉદઘાટન કરવા સાથે રોડ શો યોજયો આ સમયે પોલીસ માંટે આંતરિક અને બાહ્ય બન્ને રીતે ખૂબ મોટા પડકાર સુરક્ષા વ્‍યવસ્‍થા અંતર્ગત હતા, પરંતુ વડોદરાના પોલીસ કમિશનર કે જે સીબીઆઇ બ્રેક ગ્રાઉન્‍ડ સાથે આખા રાજયના લો એન્‍ડ ઓર્ડરની વ્‍યવસ્‍થા કરી ચૂક્‍યા છે તેવા નરસિંહમાં કોમાર ટીમ માટે ખૂબ કસોટી હતી પરંતુ પોતાની ટીમ દ્વારા ખૂબ સુંદર આયોજન દ્વારા પાર પાડી તે માટે દિવસો સુધી ખૂબ જહેમત ઉઠાવી પડી હતી તેની વિગતો ખૂબ રસપ્રદ છે.

આ મહત્‍વાકાંક્ષી પ્રોજેકટ અંતર્ગત માત્ર બન્ને દેશના વડા પ્રધાન પુરતી સુરક્ષા વ્‍યવસ્‍થા સીમિત ન હતી. સ્‍પેનના વડા પ્રધાન સાથે ૩૮ મહાનુભાવોનું ડેલિગેશન હતું, આ તમામનાં આગમનથી ગમન સુધીની સુરક્ષા વ્‍યવસ્‍થા અતિ કપરી હતી, પોલીસ કમિશનરને વડોદરા કલેક્‍ટર શ્રી શાહજી મહાનગરના કમિશનર દિલીપ રાણાનુ સંકલન પણ કાબિલે દાદ રહેલ.

મહાનુભાવોનાં આ મેળા જેવા કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ અને તેનો કાફલો, વિદેશ મંત્રી જયશંકરજી અને તેમનો કાફલો, નેશનલ સિક્‍યોરિટી એડવાયઝર અજિત ડાભોલજી અને તેમનો કાફલો, જળ શકિત મંત્રી સી.આર.પાટીલ, વિદેશ સચિવ વિક્રમ મિષાી, મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્રભાઈ અને કાફલો, ગૃહ મંત્રી હર્ષ સંઘવી , કાફલો, બીજા મહત્‍વના ડેલીગેટો અને કેન્‍દ્ર સરકારના ટોચના અધિકારીઓ વિગેરે ઉપસ્‍થિત હતા, આ કારણે વડોદરા શહેર પોલીસ માટે ૨૮ અને ૨૯ તારીખનો બંદોબસ્‍ત ખૂબ ઐતિહાસિક બન્‍યો હતો, નવાઈની બાબત એ હતી કે મહાનુભાવ બંદોબસ્‍ત, દીવાળી તહેવાર બંદોબસ્‍ત છતાં સામાન્‍ય પ્રજાની દિવાળી બગડે તેવા તત્‍વો વિરૂદ્ધ ક્રાઇમ બ્રાન્‍ચના અધિકારીઓ અને તમામ સ્‍ટાફ ખૂબ કાર્યરત રહી, મહત્‍વની સિદ્ધિ હાંસલ કરી હતી.

આ સફળતાના મૂળમાં કેન્‍દ્રીય એજન્‍સીઓ વડા પ્રધાન સહિતના મહાનુભાવનાં સુરક્ષા બળ, સ્‍પેનની સિક્‍યુરિટી સાથે અદભુત સંકલન વડોદરા સીપી નરસિંહમાં કોમાંરનાં માર્ગદર્શનમાં જોઇન્‍ટ સીપી મનોજ નિનામા, ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજા, ડીસીપી ટ્રાફિક જયોતિ પટેલ , ડીસીપી ૧ જુલી કોટિયા ટીમ દ્વારા આ કસોટી પર ખરા ઉતર્યા જેમાં ખૂબ ધીરજ, અનુભવ અને સૂઝબૂઝ સાથે સંકલનનો સંગમ સફળતા સુધી દોરી ગયો, આ નોંધ ગાંધીનગર સાથે દિલ્‍હી દરબાર સુધી લેવામાં આવી છે.

(11:48 AM IST)