<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

એકતા દિવસની ઉજવણી નિમિત્તે ડભોઈથી SOU માર્ગ પર ફટાકડા ફોડવા અને એકત્રિત થવા પર પ્રતિબંધ: જાહેરનામું

ડભોઈ સરિતા ફાટક અને શિનોર ચોકડી વચ્ચે તારીખ 29 થી 2 તારીખ સુધી ફટાકડા ફોડવા તેમજ ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દેવાયો :SOU ખાતે એકતા પરેડ માટે પીએમ મોદી તેમજ અનેક VIP મહેમાનોના આગમનને પગલે ડભોઈ નગરપાલિકા દ્વારા લેવાયો નિર્ણય.

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં' રાષ્ટ્રીય એકતા દિવસ ' ની ઉજવણી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિતે તા.૩૧/૧૦/૨૦૨૪ ના રોજ એકતા નગર (કેવડીયા) ખાતે થનાર છે. જેમાં વીવીઆઈપી તથા મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. આ તમામ મહાનુભાવો રોડ માર્ગે ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડથી પસાર થનાર હોય સદર રોડની સંપૂર્ણ સફાઈ ડભોઈ નગરપાલિકા ઘ્વારા કરવામાં આવેલ છે. જેથી હાલના દિવાળીના તહેવાર નિમિતે તારીખ ૨૯/૧૦/૨૦૨૪ થી તારીખ ૨/૧૧/૨૦૨૪ સુધીના સમયગાળા દરમ્યાન સદર સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ ઉપર કોઈપણ જાતના ફટાકડા ફોડવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ ઉપર કોઈપણ વ્યકિતઓએ ભેગા થવુ નહી અને તહેવારની ઉજવણી કરવી નહિ.

સદર જાહેરનામું તારીખ ૨૯/૧૦/૨૦૨૪ થી તારીખ ૨/૧૧/૨૦૨૪ સુધી ૦૫ (પાંચ) દિવસ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેના મુખ્ય રોડ ઉપર ફટાકડા ફોડવા તથા તહેવારની ઉજવણી નિમિતે ભેગા થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.

(11:50 AM IST)