News of Wednesday, 30th October 2024
અમદાવાદમાં, મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે ૬:૨૦ થી રાત્રે ૧૦:૦૦ સુધી કાર્યરત
દરેક ટર્મિનલ સ્ટેશન એટલે કે મોટેરા સ્ટેડિયમ, APMC, વસ્ત્રાલ ગામ અને થલતેજથી બંને કોરિડોરમાં છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય સાંજે ૭ વાગ્યાનો રહેશે

દિવાળીના તહેવારની ઉજવણીના અવસરે, જાહેરમાં ફટાકડા ફોડવા અને તેની સંભવિત અસરોને તથા મુસાફરોની સલામતી અને સુરક્ષાને તેમજ મેટ્રો રેલની સલામતી ને ધ્યાનમાં રાખીને, તારીખ ૩૧. ૧૦. ૨૦૨૪ના રોજ અન્ય મેટ્રો કોર્પોરેશનની જેમ અમદાવાદમાં એક દિવસ માટે મેટ્રો ટ્રેનનો સમય સવારે 0૬:૨૦ થી સાંજના ૭ વાગ્યા સુધી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં દરેક ટર્મિનલ સ્ટેશન એટલે કે મોટેરા સ્ટેડિયમ, APMC, વસ્ત્રાલ ગામ અને થલતેજથી બંને કોરિડોરમાં છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય સાંજે ૭ વાગ્યાનો રહેશે.
અત્રે નોંધ લેશો કે ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનની સેવાઓ રાબેતા મુજબ જ ચાલુ રહેશે
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
