<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

સીંગવડ ગામે શિક્ષક વીરસીંગભાઇ હઠીલાને વિદાયમાન અપાયું

-નિવૃત થતા શિક્ષકે વિદાયનો કોઇ ખર્ચ કર્યો નથી જે ભેગા કર્યા તેની એક એમ્બ્યુલન્સ એ જ ગામને આપી

અમદાવાદ :વિરસીંગભાઇ હઠીલા ૩૧મી ઓક્ટોબર ૨૦૨૪ને ગુરૂવારે નિવૃત થાય છે પણ કાલે દિવાળી હોવાથી સીગવડ ગામે આજે તેમને વિદાય આપી છે

ગરીબ, પછાત ને આદિવાસી ક્ષેત્રોનુ ભાવિ ઘડતા શિક્ષકો પાસેથી શીખવા જેવુ છે

નોકરી પૂર્ણ કરીને આબરૂભેર નિવૃત થતા શિક્ષકે વિદાયનો કોઇ ખર્ચ કર્યો નથી જે ભેગા કર્યા તેની એક એમ્બ્યુલન્સ એ જ ગામને આપી હતી 

પ્રાથમિક શિક્ષક હઠીલા વિરસીગભાઈ ગામ - પહાડ તાલુકો - સીગવડ જિલ્લો - દાહોદ ને વિદ્યમાન અપાયું છે

શિક્ષકોની દુનિયા અદભૂત છે. આવા શિક્ષકો જોઈને નતમસ્તક થઈ જાઉં છું. એટલે જ આ વિભાગમાં આનંદ આવે છે. વીરસીંગભાઈએ પોતાના જીવનમાં કરેલા કર્મ આ રીતે પોતાના ગામને સમર્પિત કર્યા એ શ્રેષ્ઠ કાર્ય છે. સાચાં અર્થમાં વીર બનીને અમર થઈ ગયા.

(2:02 PM IST)