તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 30th October 2024
જવાહરલાલ નહેરુ હોકી નેશનલ ટુર્નામેન્ટ અંડર 17 મહિલા વિભાગમાં ગુજરાત તરફથી જામનગરની ટીમ ફેઝ-2 માં પહોંચી
જી.એમ પટેલ કન્યા વિદ્યાલય ડી.એલ.એસ.એસ ધ્રોલની ટીમે પ્રથમ મેચમાં "પશ્ચિમ બંગાળ" ની ટીમ ને 9-0 અને બીજી મેચમાં "મેરઠ" ની ટીમ ને 11-0 પોઇન્ટથી હરાવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : દિલ્હી ખાતે યોજાઈ રહેલ જવાહરલાલ નહેરુ હોકી નેશનલ ટુર્નામેન્ટ અંડર 17 મહિલા વિભાગમાં ગુજરાત રાજ્ય તરફ થી જામનગર જિલ્લાની જી.એમ પટેલ કન્યા વિદ્યાલય ડી.એલ.એસ.એસ ધ્રોલની ટીમ ભાગ લઈ રહેલ છે. જેમાં પ્રથમ મેચમાં "પશ્ચિમ બંગાળ" ની ટીમ ને 9-0 અને બીજી મેચમાં "મેરઠ" ની ટીમ ને 11-0 પોઇન્ટથી હરાવી છે. આ મહિલા ટીમે ગુજરાત તરફથી ઇતિહાસ રચી પ્રથમ વખત ફેઝ-2 માં પહોંચી અને ગુજરાત રાજ્યનું અને શાળા પરિવાર નું નામ રોશન કરેલ છે. કોચ અક્ષય સોની, ટ્રેનર હેમલતા ઠ્ઠાગલેના માર્ગદર્શન હેઠળ હેતલ વૈરુ, પ્રીતા ઝામપડીયા, રિદ્ધિ ગોહિલ, જાનકી પટેલ, સાંજના નંદાણીયા, દર્શના વરુ, જાનવી બરાઇ, ખુશાલી વાળા, અર્ચના વાળા, પુરી પરમાર, ભાવનાબા જાડેજા, નિધી દિહોરા, તંજીમ રાઠોડ, નિયતી પરમાર, ક્રિષ્ના વાળા અને કેશર ઠાકોર જવાહરલાલ નહેરુ હોકી નેશનલ ટુર્નામેન્ટ અંડર 17 મહિલા વિભાગમાં ગુજરાત રાજ્ય તરફ થી જામનગર જિલ્લાની જી.એમ પટેલ કન્યા વિદ્યાલય ડી.એલ.એસ.એસ ધ્રોલની ટીમમાં રમી રહ્યા છે.
ગુજરાત તરફથી રમી રહેલ વિરમગામની વતની જાનકી કેતનભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, જવાહરલાલ નહેરુ હોકી નેશનલ ટુર્નામેન્ટ અંડર 17 મહિલા વિભાગમાં ગુજરાત રાજ્ય તરફ થી જામનગર જિલ્લાની જી.એમ પટેલ કન્યા વિદ્યાલય ડી.એલ.એસ.એસ ધ્રોલની ટીમ ઇતિહાસ રચી પ્રથમ વખત ફેઝ-2 માં પહોંચી છે અને ગુજરાત રાજ્યનું અને શાળા પરિવારનું નામ રોશન કરેલ છે. અમે ફેઝ-2માં પણ અમારૂ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગુજરાતને ગૌરવ અપાવવા માટે પૂરો પ્રયત્ન કરીશુ.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
