<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

સીએ ઇન્ટરમિડીયેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું :સુરતના વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયામાં ડંકો વગાડ્યો

સુરતના 2 વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં ટોપ 50 માં રેન્ક મેળવ્યો:સુરતના મનીત માલાણીએ 18 મો રેન્ક મેળવ્યો:ઓલ ઇન્ડિયામાં 39 મો રેન્ક મેળવનાર સુરતનો ઉદયસિંહ સિસોદિયાનો પણ સમાવેશ

સુરત :  સીએ ઇન્ટરમિડીયેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. સીએ ઇન્ટરમિડીયેટની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયામાં ડંકો વગાડ્યો છે. સુરતના 2 વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં ટોપ 50 માં રેન્ક મેળવ્યો છે. સુરત CA ઇન્ટરમિડીયેટની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીનો ઇન્ડિયામાં 18મો રેન્ક આવ્યો છે. મનીત માલાણીએ ઓલ ઇન્ડિયા 18 મો રેન્ક મેળવ્યો છે. મનિતએ 600 માંથી 401 માર્ક મેળવ્યા છે. ઓલ ઇન્ડિયામાં 39 મો રેન્ક મેળવનાર સુરતનો ઉદયસિંહ સિસોદિયાનો પણ સમાવેશ થાય છે. ઉદયસિંહ એ 600 માંથી 376 માર્ક મેળવ્યા છે.

(9:45 PM IST)