તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 30th October 2024
કપાસના ખેતરમાં પાણી નહિ આવતા, તણાવમાં રહેતા ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના પોઇચા ગામમાં ખેતર માં પાણી નહિ આવવાની સમસ્યા અને અન્ય ટેન્શન માં ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષાબેન કમલેશભાઇ કાંતિલાલ બારીયાની પત્ની( રહે.પોઇચા ડેરી ફળીયુ તા.નાંદોદ જી. નર્મદા) નાઓ એ રાજપીપળા પોલીસ ને જાણ કર્યા મુજબ તેમના પતિ કમલેશભાઇ કાંતિલાલ બારીયા (ઉ.વ. ૩૭)( રહે.પોઇચા ડેરી ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા) એ તા.૨૮/૧૦/૨૦૨૪ ના રોજ ખેતીના કામકાજના ભારણ તથા ખેતરમા કપાસનુ વાવેતર કરેલ પરંતુ કુવાની મોટર બગડી જતા પાણી આવતુ ન હોય જેથી બે ત્રણ દિવસથી માનસિક તણાવમાં રહેતા હતા અને મનમા લાગી આવતા ઘરમાં પડેલ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન સિવીલ હોસ્પિટલ રાજપીપલા ખાતે તેમનું મોત થતાં રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
