<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

વડોદરાના વાઘોડિયાની પારૂલ યુનિર્વસીટીમાં અભ્યાસ કરતા ચાર મિત્રો પૈકી 2 મિત્રો ઝરવાણી ધોધમાં ડૂબી જતાં બંનેના મૃતદેહો મળી આવ્યા, પરિવારમાં શોક ફેલાયો

એક યુવાનનો મૃતદેહ ગઇકાલે મળ્યો હતો જ્યારે બીજાનો આજે મેળવવામાં બચાવ ટુકડીને સફળતા મળી:આજે મળેલ બીજા યુવાનનો મૃતદેહ પાણીમાં બે પથ્થર વચ્ચે ફસાયેલો હતો માટે શોધખોળમાં સમય નિકળ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં દિવાળી પર્વ ને લઈ પ્રવાસન સ્થળો ઉપર મોટા શહેરો માંથી આવતા પ્રવાસીઓની સંખ્યા વધે છે અને ગતરોજ વડોદરાના વાઘોડીયા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર મિત્રો ફરવા આવ્યા હતા અને ઝરવાની ધોધ પર ગયા,  ત્યાં બે મિત્રો સ્નાન કરવા જતાં બંને ડૂબી ગયા બાદ NDRF ટીમે એકને મૃતદેહ શોધી ગઇકાલે શોધી કાઢ્યા બાદ બીજા યુવાનની શોધખોળ ચાલુ રાખી અને આજે સવારે બીજા યુવાનનો મૃતદેહ પણ મળ્યો હતો.
    પ્રાપ્ત વિગતો અનુસાર લોકેશ વિરનાગાચિંતારાવ મોટમેરી હાલ રહે.૧૧૬ કામધેનુ સોસાયાટી અણખોલ વાઘોડીયા રોડ તા.વાઘોડીયા જી.વડોદરા મુળ. આંધ્રપ્રદેશ નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેઓ તથા તેમના મિત્રો  ઝરવાણી ધોધ ખાતે ન્હાવા માટે આવેલ અને ધોધના પાણીમાં ન્હાવા પડતા ધોધના ઉંડા પાણીમાં ડુબી જવાથી રવિતેજા હરીબાબુ રંભા ઉ.વ.આ.૧૯, રહે.મ.નં.૧૬ ગુરુક્રુપા સોસાયટી, પારૂલ યુનિર્વસીટી સામે તા. વાઘોડીયા જી.વડોદરા, નાઓ ધોધના ઉંડા પાણીમા ડુબી જતા મોત થયું હતું તેના મૃતદેહ ને NDRF ટીમે બહાર કાઢ્યો હતો જ્યારે અન્ય ડૂબેલ એક મિત્ર રવિપાટી લોહિત કુમાર ઉ. વ.૧૯ લાપતા હોવાથી બચાવ ટુકડીઓ તેની શોધખોળ કરી રહી હતી જેમાં રવિપાટી લોહિત કુમાર નો મૃતદેહ આજે સવારે મળી આવતા બંને ના પરિવારો માં ઘેરા શોક ની લાગણી વ્યાપી હતી.
જાણવા મળ્યા મુજબ એક યુવાન નો મૃતદેહ ગઇકાલે જ્યાંથી મળ્યો હતો ત્યાં નજીક માંજ બીજાનો મૃતદેહ હતો પરંતુ જ્યાં ધોધ ના પાણી નો પ્રવાહ પડતો હતો તેની નીચે બે પત્થરો વચ્ચે બીજા યુવાનનો મૃતદેહ ફસાઈ જતાં બચાવ ટુકડી એ ઘણી જહેમત કરી આજે શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. સલામતી પો.સ્ટે. માં આ બાબતે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

(10:25 PM IST)