<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એકતાનગર હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૪ ની ઉજવણી પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુરુકુળ હેલીપેડ, એકતાનગર ખાતે આવી પહોંચ્યા હતા.

વડાપ્રધાન નું ગુજરાત સરકારના મુખ્ય સચિવ રાજકુમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, ભરૂચ ના સાંસદ મનસુખભાઈ વસાવા, છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, ડીજીપી વિકાસ સહાય, જિલ્લા કલેકટર એસ. કે. મોદી, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સહિતના ઉચ્ચ અધિકારી ઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

(10:29 PM IST)