તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
પટ્ટશિષ્યા શ્રીમતિ અમિતાબેન દલાલ તરફથી અનોખી શ્રધ્ધાંજલી

રાજકોટ : દરેક કલાકાર પાછળ બે વ્યકિતનો ખૂબ મોટો ફાળો હોય છે. એક છે તેની માતા અને બીજો છે તેના ગુરુજી. જન્મ આપનાર માતા પોતાના વ્હાલસોયા બાળકને ઘડતર માટે ગુરૂ પાસે લઇ જાય છે. અને ગુરુ પોતાનું જ્ઞાન પોતાના શિષ્યોમાં પ્રેમ અને વાત્સલ્ય ભાવથી પૂરે છે. ગુરુ સાથે માતા પણ તે જ્ઞાનમાં વૃધ્ધિ થાય તેનું ધ્યાન રાખે છે. અને એક ઉત્તમ કલાકારનું ઘડતર થાય છે.
આ ગુરુ એટલે જગવિખ્યાત સિતારવાદક અને અમદાવાદમાં આવેલ સપ્તક સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી મંજૂબેન નંદનભાઇ મહેતા તથા માતા એટલે સુજ્ઞ શ્રોતા, સપ્તકના કાર્યકર્તા અને મંજૂબેનના શિષ્યા સિતાર વાદક ભારતીબેન પરીખ.
એક દિવસ અમિતાબેન પોતાની માતા ભારતીબેનને સિતાર શીખવાની ઇચ્છા વ્યકત કરી અને વિલંબ કર્યા વગર ભારતીબેન અમિતાબેનને મંજૂબેન પાસે લઇ ગયા. અને સિતાર શીખવાના શ્રી ગણેશ માંડયા. ખૂબ પ્રેમથી મંજૂબેન અમીતાબેનને અને તેમની દિકરી પૂર્વીબેનને સિતાર શીખવતા. સિતારી બારીકાઇ, અને રાગની ઊંડાણ પૂર્વકની સમજ આપતા ગયા. પપ વર્ષના લાંબા ગાળા દરમ્યાન અમીતાબેન મંજૂબેન પાસેથી ખૂબ શીખ્યા. અને એક પ્રતિભાશાળી કલાકાર તરીકે સંગીત જગતમાં જાણીતા બન્યા. મંજૂબેન પાસેથી તેઓ ઘણી વાતો શીખ્યા. તેમાંની મુખ્ય ગણાવી શકાય. (૧) રોજીંદો રિયાઝ કરો. (ર) સિતાર અને સંગીતને જીવથી પણ વધારે પ્રેમ કરો. (૩) રાગોની ખૂબીઓ જાણવી, તેનું ચલન જાણવું અને સાથે પોતાની મૌલિકતા પણ ઉમેરવી. (૪) સામાજિક શારીરિક કે માનસિક અડચણો તો જીવનમાં અને સંસારમાં આવે પણ સંગીતનો અભ્યાસ અટકવો ન જોઇએ.
અમીતાબેને તેમનો માતા અને ગુરુ પ્રત્યેનો પ્રેમભાવ વ્યકત કરવા અને ઋણ અદા કરવા એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યુ જેમાં તેમણે બંને માટે લખેલી પુસ્તિકા લોકાપર્ણ કરી. તથા તેમના બીજા ગુરુ ગ્રેમી એવોર્ડથી નવાજિત પદ્મભૂષણ પંડિત વિશ્વ મોહન ભટ્ટનો મોહન વીણા વાદનનો ખૂબ સુંદર કાર્યક્રમ સૌ શ્રોતાગણે માણ્યો. વળી પં. નિરજ પરીખ દ્વારા શ્રીનાથજી ભગવાનના સુંદર કિર્તનો દ્વારા કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો.
આજ કહેવાય. સાચી ભાવાંજલિ...! હૃદયાંજલી...! શ્રધ્ધાંજલિ...!
ડો. મોનિકા શાહ
drmonicashah@gmail
શાષાીય અને ઉપશાષાીય
સંગીતના ગાયિકા, આરાધના સંગીત એકેડમી અમદાવાદ
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
