<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

માર્ગ મકાન વિભાગમાં બદલીનો ઘાણવો

રાજકોટના નિખિલ ખાંટ કાલાવડ, ઉપલેટાના નિરવ પટેલ ગાંધીનગર, કોડીનારના મછારની ઉના બદલી : ર૩૦ અધિક મદદનિશ ઇજનેર અને ૧૦પ નાયબ કાર્યપાલક ઇજનેરોની બદલી

ગાંધીનગર, તા., ૩૧: રાજયનાં માર્ગ અને મકાન વિભાગના ગુજરાત ઇજનેરી સેવા (સિવિલ) સવર્ગના ૧૦પ જેટલા નાયબ કાર્યપાલક ઇજનેરની બદલીથી નિમણુંક કરાઇ છે. અમરેલીના આશિષ મિતલની ગાંધીનગર અને જુનાગઢના ડી.એમ.ચોવટીયાની રાજકોટ પોલીસ કેમ્‍પસમાં બદલી થઇ છે.

ઉપલેટાના નીરવ પટેલ અને ધ્રોલના સુહાગ પટેલની ગાંધીનગર બદલીથી નિમણુંક કરાઇ છે. જયારે રાજકોટના વી.એસ. કાલરીયા અને મલ્‍હાર ડાભીની અરસપરસ  બદલી થઇ છે. જયારે કાલાવડના હરકિશન પરમારને રાજકોટ અને રાજકોટના નિખિલકુમાર ખાંટને કાલાવડ મુકાયા છે. ભાવનગરના નાથાભાઇ પટેલીયાને ગાંધીનગર બદલવામાં આવ્‍યા છે. રાજકોટના રવિ જાવીયા ધ્રોલ મુકાયા છે.

ઉપરાંત અધિક મદદનીશ કક્ષાના વર્ગ-૩ના  ર૩૦ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

વિભાગના સંયુકત સચિવ અંજના રાઠોડની સહીથી બદલીના હુકમ કરવામાં આવ્‍યા છે.

(12:08 PM IST)