તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
સુરત એસટી વિભાગને દિવાળીએ બખ્ખા :તહેવારમાં 1359 એકસ્ટ્રા બસો દોડાવી 2.56 કરોડની આવક થઇ
કુલ 86599 મુસાફરોએ પોતાના વતન ગયા:સૌથી વધુ ઝાલોદ 419 ટ્રીપ નોંધાઈ: સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન

સુરત : દિવાળીના તહેવાર દરમ્યાન સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધો છે. સુરત એસટી વિભાગ દ્વારા 1359 બસો દોડાવી હતી જેમાં 2.56 કરોડની આવક થઇ હતી.
દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ દ્વારા એસટી આપના દ્વારે યોજના હેઠળ 26 થી 30 ઓક્ટોબર દરમ્યાન સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધો છે.
સુરત એસટી વિભાગ દ્વારા 1359 ટ્રીપ મારી હતી જેના કારણે 2.56 કરોડની આવક થઇ છે. આ ઉપરાંત 292 ગ્રુપ બુકિંગ પણ નોંધાયા હતા. કુલ 86599 મુસાફરોએ પોતાના વતન ગયા હતા. સૌથી વધુ ઝાલોદ 419 ટ્રીપ નોંધાઈ હતી.
ક્યાં કેટલી ટ્રીપ
- અમરેલી :- 115
- સાવરકુંડલા 70
- મહુવા 86
- ભાવનગર 33
- ગારીયાધાર 55
- જુનાગઢ 42
- અમદાવાવ્દ 7
- ઝાલોદ 419
- દાહોદ 224
- ઉના 9
- ગ્રુપ બુકિંગ :- 292
- કુલ ટ્રીપ :- 1359
- કુલ આવક 2,56,73,295
- કુલ મુસાફર :- 86599
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
